Not Set/ સાણંદ તાલુકા પંચાયતમાં Congress નો વિજય, BJP એ સત્તા ગુમાવી

અમદાવાદ: અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં Congress ની મદદથી BJP ના બળવાખોર રંજનબેન વાઘેલા પ્રમુખ અને ભરત ડોડિયા ઉપપ્રમુખ બનતા સાણંદ તાલુકામાં પંચાયતમાંથી ભાજપે સત્તા ગુમાવી છે. જયારે કોંગ્રેસે ભાજપના બળવાખોરને ટેકો આપીને સત્તા કબજે કરી છે. BJP ના બળવાખોર Congress ની મદદથી પ્રમુખ અને ઉપપ્રમુખ […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
Congress victory in Sanand taluka panchayat, BJP lose power

અમદાવાદ: અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં Congress ની મદદથી BJP ના બળવાખોર રંજનબેન વાઘેલા પ્રમુખ અને ભરત ડોડિયા ઉપપ્રમુખ બનતા સાણંદ તાલુકામાં પંચાયતમાંથી ભાજપે સત્તા ગુમાવી છે. જયારે કોંગ્રેસે ભાજપના બળવાખોરને ટેકો આપીને સત્તા કબજે કરી છે.

BJP ના બળવાખોર Congress ની મદદથી પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા

અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી અગાઉ તાલુકા પંચાયતમાં ભાજપના ૧૭ અને કોંગ્રેસના સાત સભ્યો હતા. જેના કારણે તાલુકા પંચાયત ભાજપ પાસે હતી. પરંતુ આ ચૂંટણીમાં ભાજપનાં છ સભ્યોએ બળવો કર્યો હતો. જેના અંતર્ગત ભાજપના બળવાખોર સભ્ય રંજનબેન વાઘેલાએ પ્રમુખપદ માટે અને ભરતસિંહ ડોડિયાએ ઉપપ્રમુખ પદે ઉમેદવારી નોંધાવી હતી.

આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના આ બળવાખોર સભ્યોને કોંગ્રેસના સભ્યોએ ટેકો આપ્યો હતો. જેના લીધે ભાજપના આ બંને સભ્યો ૧૩ વિરુદ્ધ ૧૧ મતથી વિજયી બન્યા હતા.

આ ચૂંટણી પછી તાલુકા પંચાયતમાં હવે ભાજપે સત્તા ગુમાવી છે અને કોંગ્રેસે સત્તાની ખુરશી પર કબજો મેળવ્યો છે.