Lifestyle Tips/ ભીંડા નહિં બગડે કે નહિં ચીકણા થાય!…બસ ફ્રીઝમાં મૂકતા પહેલા આ કામ કરો…

મોટાભાગે ફ્રીઝમાં રાખ્યા બાદ, ભેજ અથવા પાણીના કારણે એ ચીકણા પણ થઈ જાય છે અને ખરાબ થઈ જાય છે. અહિં જોઇશું કેટલીક Bhindi Storage ટિપ્સ…

Trending Tips & Tricks Lifestyle
Bhindi Storage કરવાની 5 ઉપયોગી ટિપ્સ જોઈશું...

Lifestyle Tips: જો તમે અઠવાડિયા સુધી એને તાજી, કુરકુરી અને ચીકાશ વિનાની રહે એ રીતે સ્ટોર (Bhindi Storage) કરવા માગતા હો તો યોગ્ય પદ્ધતિ અપનાવવી જરુરી છે. તો ચાલો અહિં તમને દર્શાવીશું કે ભીંડાને લાંબો સમય સ્ટોર શી રીતે કરવા…

કેટલીક શાકભાજી (Vegetables) ફ્રીઝમાં મૂક્યા પછી પણ ખરાબ થઈ જતી હોય છે! ધાણા અને મરચાં ને યોગ્ય રીતે ન મૂકવામાં આવે તો એ ઝડપથી ખરાબ થઈ જાય છે. આ ઉપરાંત, ભીંડા (Ladies Finger) એક એવું શાક છે જેનો સ્વાદ લગભગ બધાને પસંદ પડતો હોય છે. પણ એને એક અઠવાડિયા માટે સ્ટોર કરવાનું મુશ્કેલ હોય છે. મોટાભાગે ફ્રીઝમાં રાખ્યા બાદ, ભેજ અથવા પાણીના કારણે એ ચીકણા (Sticky) પણ થઈ જાય છે અને ખરાબ થઈ જાય છે. જો તમે અઠવાડિયા સુધી એને તાજી, કુરકુરી અને ચીકાશ વિનાની રહે એ રીતે સ્ટોર (Bhindi Storage) કરવા માગતા હો તો યોગ્ય પદ્ધતિ અપનાવવી જરુરી છે. તો ચાલો અહિં તમને દર્શાવીશું કે ભીંડાને લાંબો સમય સ્ટોર શી રીતે કરવા…

ભીંડા સ્ટોર કરવાની યોગ્ય રીત (Bhindi Storage Tips)

1. ધોવા અને સુકવવાની રીત

ભીંડાને ફ્રીઝમાં રાખતા પહેલા કદી પણ ધોવા નહિં. પાણી (Water) અડવાથી એની અંદર ભેજ જતો રહે છે જેના કારણે ચીકાશ ઉત્પન્ન થાય છે અને જો ભીંડા ગંદા હોય તથા ધોવા અનિવાર્ય હોય તો ધોયા બાદ એમને સુતરાઉ કપડા પર ફેલાવીને પૂર્ણ રીતે પાણી સુકાવા દેવું. જ્યાં સુધી સહેજ પણ ભીનાશ હોય ત્યાં સુધી ફ્રીઝમાં ન મૂકવા.

2. વિનેગર વાપરો

જો તમે ભીંડાને ધોઈને સ્ટોર (Bhindi Storage) કરવા માગતા હો તો પાણીમાં એક ચમચી સિરકો (Vinegar) ઉમેરીને એમાં 5 મિનિટ માટે ભીંડાને ડુબાડી રાખો. ત્યાર બાદ સ્વચ્છ પાણી વડે ધોઈને ઉપર જણાવ્યા અનુસાર સારી રીતે સુકવી લો. વિનેગરથી ભીંડાની ચીકાશ ઓછી થઈ જાય છે.

ભીંડા

3. સમારવાની ભૂલ ન કરવી

ભીંડાને હંમેશાં એના ડીંટા સાથે જ સ્ટોર કરવા. ઉપર કે નીચેનો ભાગ કાપી નાખવાથી હવા અને ભેજ સીધો ભીંડામાં જઈ શકે છે અને એ કાળા પડવા લાગે છે.

4. ન્યુઝપેપર કે કૉટન ક્લોથ વાપરો

સુકાયેલા ભીંડાને કોઈ જૂના છાપા કે સુતરાઉ કપડા (Newspaper or Cotton Cloth)માં લપેટીને રાખવા. વધારાના ભેજને એ શોષી લેશે અને ભીંડાને બગડવા નહિં દે!

5. પેપર ટૉવેલ તથા એરટાઇટ કન્ટેનર

એક એરટાઇટ કન્ટેનર કે ઝીપલૉક બેગ (Airtight container or Zip lock bag) લઇને એની ઉપર નીચે પેપર ટૉવેલ પાથરો અને વચ્ચે ભીંડા રાખો. એને ફ્રીઝના સૌથી ઠંડા ભાગમાં ન રાખવા પણ વેજીટેબલ બાસ્કેટમાં જ (Bhindi Storage) મૂકવા.


આ પણ વાંચો : શું તમારા સફેદ કપડાં પણ જૂના લાગવા લાગ્યા છે! પીળાશથી ખરાબ લાગે છે? આ ટિપ્સથી આવશે સફેદીનો ચમકાર!

આ પણ વાંચો : વરસાદમાં તાળામાં કાટ લાગી ગયો છે? અજમાવો આ 6 સરળ ટિપ્સ…વર્ષો સુધી નવા રહેશે!

આ પણ વાંચો : વોશિંગ મશીનમાં ઓશીકું કેવી રીતે ધોવું? આ ટિપ્સથી ઓશીકાના જીદ્દી ડાઘ મિનિટોમાં થઇ જશે સાફ!