Food Recipe/ દહીં તિખારી તો બહુ ખાધી..હવે ખાઓ દૂધીની દહીં તિખારી…મિનિટોમાં તૈયાર થતી રેસિપી!

તમે આ દૂધીની દહીં તિખારી (Dudhi Dahi Tikhari)ને સાદા પરોઠા, રોટલી કે ભાત સાથે ખાઈ શકો છો. એને બનાવવાનું અત્યંત સરળ છે અને માત્ર દસ જ મિનિટમાં…

Trending Food Lifestyle
Dudhi Dahi Tikhari...તિખારીમાં દૂધીનો ટિ્વસ્ટ!

Food Recipe: રોજીંદા ભોજનથી જો તમે બોર થઈ ચૂક્યા છો તો આ દહીંની દૂધીવાળી તીખારી (Dudhi Dahi Tikhari) બનાવીને ખાઈ શકો છો. દૂધીનું શાક, દૂધીના કોફતા, દૂધી-ચણા દાળ (Doodhi Shaak, Doodhi Kofta, Doodhi-Chana Dal) તો તમે ઘણી વાર ખાધી હશે પરંતુ એક વાર આ રેસિપીને અવશ્ય ટ્રાય કરવી. એનો સ્વાદ અનોખો લાગે છે.

તમે આ દૂધીની દહીં તિખારીને સાદા પરોઠા, રોટલી કે ભાત સાથે ખાઈ શકો છો. એને બનાવવાનું અત્યંત સરળ છે અને માત્ર દસ જ મિનિટમાં આ બનીને તૈયાર થઈ જશે! પણ એનો ચટપટો સ્વાદ તમને કલાકો સુધી નહિં ભૂલાય…તો જાણીએ દૂધીની દહીં તિખારી બનાવવાની રેસીપી (Dudhi Dahi Tikjari Recipe) વિશે…

જો કોઈ દિવસ ઘરમાં દૂધી સિવાય કોઈ શાક ન હોય અને કંઇક તીખું-ચટપટું ખાવાનું મન થાય તો ઝડપથી આ ડિશ તૈયાર કરી શકો છો. રોટલીની સાથે એ અત્યંત ટેસ્ટી લાગે છે અને એક સાઇડ ડિશની જેમ પણ તમે એને દાળ-ભાત સાથે ખાઈ શકો છો. આ વાનગી બનાવવા માટે તમને ઘરે રહેલા મસાલાની જ આવશ્યકતા રહેશે અને સાથોસાથ સમયની પણ બચત થશે. આમાં વપરાતા દહીં અને સીંગદાણા એ પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, ફાઈબર, વિટામિન E તથા કેલ્શિયમ અને આયર્ન જેવા ખનીજોનો ઉત્તમ સ્ત્રોત છે. દરરોજ એક મુઠ્ઠી સીંગદાણા ખાવાથી પાચન તો સુધરે જ છે, એ ઉપરાંત હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે. વળી મગફળીના સેવનથી હાડકાં મજબૂત થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

આમ, આ સીંગદાણાને રેગ્યુલર ડાયેટમાં ઉમેરવાથી આપણને અનેક હૅલ્થ બેનિફિટ્સ પ્રાપ્ત થાય છે. લીલા મરચાં, દહીં અને  મસાલાથી બનતી આ દહીંની દૂધીવાળી તીખારી (Dudhi Dahi Tikhari) સ્વાદમાં તીખી, મસાલેદાર અને હળવી ખટાશપડતી હોય છે. તો ચાલો એને બનાવવાની વિધિ તથા સામગ્રી વિશે જોઇ લઇએ…

શી રીતે બનાવશો દૂધીની દહીં તિખારી? (Dudhi Dahi Tikhari Recipe)

આ વાનગી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

દૂધીની દહીં તિખારી માટેની સામગ્રી

સામગ્રી

અડધી દૂધી

1 ચમચો સરસવનું તેલ

4-5 લસણની કળી

2 લીલા મરચાં

10-15 સીંગદાણા

1 નાની ચમચી રાઈ

અડધી ચમચી હળદર

1 ચમચી લાલ મરચું

1 ચમચી આખા ધાણા

એક નાની ડુંગળી

2 આખા લીલા મરચાં

ચપટી હીંગ

સ્વાદાનુસાર મીઠું

દૂધીની દહીં તિખારી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક પૅનમાં સરસવનું તેલ (Mustard Oil) લઈને ગરમ કરો અને એમાં જીરું, આખા ધાણા, 4-5 લસણની કળીઓ (Garlic Cloves), 10-15 મગફળી અને 2 લીલા મરચાં ઉમેરી દો.

2. હળવું શેક્યા બાદ એને સ્હેજ ઠંડુ કરીને કોઈ બ્લેન્ડરમાં અધકચરું વાટી લો. એને બારીક વાટવાનું નથી.

3. હવે એક નાની દૂધી (Bottle gourd) લઇને એમાંથી અડધી જેટલી દૂધીને છોલીને છીણી લો.

4. હવે એક પૅનમાં 1 ચમચી સરસવનું તેલ લઈને એમાં હીંગ , રાઈ અને આખા લીલા મરચાં નાખો. એક નાની ડુંગળીને પણ બારીક સમારીને ઉમેરો. આ તમામ વસ્તુઓને હળવી મિક્સ કરીને ફ્રાય કરી લો.

5. એમાં છીણેલી દૂધીમાંથી પાણી નિચોવીને ઉમેરી લો અને 5 મિનિટ સુધી પકાવી લો. ત્યાર બાદ, એમાં સીંગદાણા-લસણની તૈયાર કરેલી ચટણી (Peanut-Garlic Chutney) ઉમેરો. એમાં હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરો.

6. હવે આમાં દૂધીનું નિતારેલું પાણી ઉમેરી દો અને દહીં (Curd)ને ફેંટીને એમાં મિક્સ કરી લો.

7. ગૅસની ફ્લેમ તદ્દન ધીમી કરીને એમાં ફેંટેલુ દહીં ઉમેરીને સતત હલાવવું અને 3-4 મિનિટ થવા દો.

તો તૈયાર છે તમારી દૂધીની દહીં તિખારી…એની ઉપર ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવી. એનો સ્વાદ ખાવામાં મજેદાર લાગે છે અને આ વાનગીને તમે સાદા પરોઠા, રોટલી કે ભાત સાથે ખાઇ શકો છો. જો આ તિખારી હશે તો તમને શાકની પણ જરુર નહિં પડે!

તો તૈયાર છે તમારી દૂધીવાળી દહીં તિખારી…એને સાદા પરોઠા, રોટલી કે ભાત સાથે ખાઈ શકો છો. એનો સ્વાદ લાજવાબ લાગે છે અને આ હશે તો તમને શાકની પણ જરુર નહિં પડે! કોઈ પણ સમયે તમે એને બનાવીને ખાઈ શકો છો. જો કોઈ દિવસ ઘરમાં દૂધી સિવાય કોઈ શાક ન હોય અને કંઇક તીખું-ચટપટું ખાવાનું મન થાય તો ઝડપથી આ ડિશ તૈયાર કરી શકો છો.


આ પણ વાંચો: લંચમાં બનાવો ‘બિસી બેલે ભાત’…બનાવવામાં આસાન એવી વન-પૉટ મીલ રેસિપી..!

આ પણ વાંચો: મખાનાને બનાવો સ્વાદિષ્ટ, ઉમેરો ફુદીના ફ્લૅવર…નોંધી લો ‘મિન્ટ મખાના’ની ચટપટી રેસિપી..!

આ પણ વાંચો: ઘરે શી રીતે બનાવશો મસાલેદાર હૅલ્ધી રાગી ચિપ્સ…ક્રિસ્પી ચટપટી બનાવવાની ટિપ્સ…