Plants Tips: જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ (Tulsi Plant) હોય અને એ ઉર્ધ્વ દિશામાં જ વધતો રહે પણ ઘટાદાર ન બને અથવા તો એના પાંદડા ઘણા જ ઓછા હોય અને નાના-નાના હોય તો તમારે ચિંતા કરવાની જરુર નથી! તમારે જરુર છે કેવળ નાની-નાની ટિપ્સ (Tulsi Growth Tips) ફૉલો કરવાની! પરંતુ સૌથી પહેલા તો આ સમસ્યા વિશે જાણીએ…
આવી સમસ્યા (Tulsi Growth Problems) મોટા ભાગે ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે છોડની ઉપરની નવી કૂંપળને યોગ્ય સમયે તોડવામાં નથી આવતી…આ ઉપરાંત, ઓછો તડકો અને હદથી વધારે પાણી આપવાથી પણ આવું થઈ શકે છે. જો તમે ઈચ્છતા હો કે છોડમાં નવી-નવી શાખાઓ નીકળે અને એ હર્યો-ભર્યો લાગે તો તુલસીની સંભાળ લેવાની આ 5 ટિપ્સ (Tulsi Growth Tips) પર અવશ્ય ધ્યાન આપવું.
તુલસી માટે સૌથી બેસ્ટ દિશા કઈ?
સનાતન ધર્મમાં તુલસી (Tulsi )ના છોડને માત્ર વનસ્પતિ નહીં, પણ સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે. ભગવાન નારાયણને અત્યંત પ્રિય એવો આ છોડ ઘરમાં સુખ, શાંતિ અને ધન-ધાન્ય લાવનારો માનવામાં આવે છે. જે આંગણામાં નિયમિત તુલસીની પૂજા થાય છે અને ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેતો રહે છે.
પરંતુ, વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ, તુલસીનો પૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે તેને સાચી દિશા અને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે. જો અજાણતામાં પણ તેને ખોટા સ્થાને મૂકી દેવામાં આવે, તો તેનાથી ઘરમાં વાસ્તુદોષ ઊભો થાય છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરની ઉત્તર, પૂર્વ અથવા ઈશાન (ઉત્તર-પૂર્વ) દિશા તુલસી સ્થાપન માટે સર્વોત્તમ છે. આ દિશાઓમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. રોજ સવારે છોડને જળ ચડાવવું અને સાંજે દીવો કરવો એ ઘરના કલ્યાણ માટે શ્રેષ્ઠ પરંપરા છે.

તુલસીની સંભાળ લેવાની આ 5 ટિપ્સ (Tulsi Growth Tips)
જો તમે ઈચ્છતા હો કે છોડમાં નવી-નવી શાખાઓ નીકળે અને એ હર્યો-ભર્યો લાગે તો તુલસીની સંભાળ લેવાની આ 5 ટિપ્સ (Tulsi Growth Tips) પર અવશ્ય ધ્યાન આપવું.
1. કૂંડાની અને માટીની યોગ્ય પસંદગી
જો તુલસીના મૂળ સારી રીતે ફેલાઈ ન શકે અથવા કૂંડામાં પાણી ભરાયેલું જ રહેતું હોય તો છોડનો વિકાસ પ્રભાવિત થઈ શકે છે. આ સંજોગોમાં એવા કૂંડા (Pot)નો ઉપયોગ કરવો ઉચિત રહેશે કે જેમાં નીચે વધારાના પાણીના નિકાલ માટે કાણા હોય અને ધ્યાન રાખવું કે માટી (Soil) પણ વધુપડતી ચીકણી ન હોય! માટીમાં છાણીયું ખાતર (Cow Dung Fertilizer) ઉમેરવાથી તુલસીનો ગ્રોથ સારો થાય છે.
2. સૂર્યપ્રકાશ વાળી જગ્યાએ છોડ રાખો
સૌથી જરુરી છે સૂર્યપ્રકાશ (Sunlight) અને તાપ આવતો હોય એવી જગ્યા પર તુલસીના છોડને મૂકવો! જો તમે આ છોડને ઘટાદાર (Dense Tulsi Plant) અને હર્યો-ભર્યો રાખવા માગો છો તો એને સારી તડકાવાળી જગ્યાએ મૂકવો જરુરી છે. ઘણો છાંયડા હોય એ જગ્યાએ રાખવાથી છોડ કેવળ લાંબો જ વધે છે અને તુલસીના પાન (Tulsi Leaves) ઝીણા અને ઓછા આવે છે. આથી જ તુલસીના છોડને તડકા-છાયા વાળી જગ્યાએ મૂકવો બહેતર રહેશે.
3. દરરોજ આવશ્યકતા મુજબ પાણી આપવું
તુલસીમાં દરરોજ જળ રેડવાની પરંપરા છે કેવળ અઠવાડિયામાં એક વાર પાણી (Watering) નહિં નાખવાથી એ વધુ સુદ્રઢ બનશે. એને ઘટાદાર બનાવવાના ચક્કરમાં દરરોજ પાણી આપવું જરુરી નથી. એની માટી જો વધુ ભીની હોય તો પાણી ન આપવું. ખાસ કરીને વરસાદની ઋતુ (Monsoon)માં એને પાણી આપ્યા કરવાથી એના વિકાસ માટે સમસ્યા સર્જાઈ શકે છે.

4. ઉપરના પાંદડાની ટિપ તોડતા રહેવું
તુલસીને ઘટાદાર બનાવવા માટે આ જૂની પદ્ધતિ અપનાવવી જરુરી છે. આ માટે તમારે કેવળ તુલસીની ઉપર વધતી ટોચ (Tulsi Plant Tip)ને સમયાંતરે તોડતા રહેવાની છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે, જ્યાંથી નવી કૂંપળો ફૂટે એની ઉપરનો ભાગ હળવેથી ચૂંટી લેવો…આમ કરવાથી છોડમાં કેવળ ઉપરની દિશામાં લાંબો થવાને બદલે આસપાસ નવી શાખાઓ (New Branches)ની વૃદ્ધિ થાય છે અને એ હર્યોભર્યો બનવા લાગે છે.
5. મંજરીને દૂર કરી દેવી
તુલસીમાં જ્યારે પણ ફૂલોની મંજરી આવવા લાગે ત્યારે એને સાચવીને તોડી લેવી. ધ્યાન રાખવું કે મંજરીને નીચેથી ડાળી પકડીને હળવા હાથે ચૂંટવી. એને તમે ફરીથી કૂંડામાં નાખી શકો છો. આવું ત્યારે જ કરવું જ્યારે તમે છોડમાં વધારે પાન આવે એવું ઈચ્છતા હો…આમ કરવાથી છોડનો વિકાસ નવા પાન અને શાખાઓ તરફ સરસ રીતે વળી જશે.
આ પણ વાંચો: ડુંગળીમાં લવિંગ નાખીને માટીમાં દબાવી દો…15 દિવસમાં લવિંગનો છોડ મ્હોરી ઉઠશે..!
આ પણ વાંચો: કૂંડામાં શી રીતે ઉગાડશો ફ્રેન્ચ મેરીગોલ્ડ? બાલ્કની કે ટેરેસ પર આ રંગબેરંગી ફૂલોનો છોડ વાવવાની ટિપ્સ..!
આ પણ વાંચો: ચોમાસું વિદાય લે એ પહેલા ઘરે કેળ વાવો, શિયાળો આવતા તો ફળથી લચી પડશે!
