Not Set/ અમેરિકા : ઈમિગ્રેશન પોલિસીના વિરોધમાં ૬૦૦થી વધુ મહિલાઓએ કર્યું પ્રદર્શન

વોશિંગ્ટન, અમેરિકાની સેનેટ ઓફિસ બિલ્ડિંગ સામે ૬૦૦થી વધુ મહિલાઓએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ઈમિગ્રેશન પોલિસીના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતું. ભારતીય મૂળના અમેરિકાના સાંસદ પ્રમિલા જયપાલ છેલ્લા કેટલાક સમયથી ઈમિગ્રેશન પોલિસી સાથે જાડાયેલા અધિકારીઓની વકીલાત કરતા આવ્યા છે. સેનેટ ઓફિસની સામે પ્રમિલા જયપાલ સહિત અન્ય મહિલાઓએ સેનેટ ઓફિસની બિલ્ડિંગ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વિરોધ પ્રદર્શનનો મૂળ […]

World

વોશિંગ્ટન,

અમેરિકાની સેનેટ ઓફિસ બિલ્ડિંગ સામે ૬૦૦થી વધુ મહિલાઓએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ઈમિગ્રેશન પોલિસીના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતું. ભારતીય મૂળના અમેરિકાના સાંસદ પ્રમિલા જયપાલ છેલ્લા કેટલાક સમયથી ઈમિગ્રેશન પોલિસી સાથે જાડાયેલા અધિકારીઓની વકીલાત કરતા આવ્યા છે.

સેનેટ ઓફિસની સામે પ્રમિલા જયપાલ સહિત અન્ય મહિલાઓએ સેનેટ ઓફિસની બિલ્ડિંગ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

આ વિરોધ પ્રદર્શનનો મૂળ હેતુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની નવી ઈમિગ્રેશન પોલિસી છે. પ્રમિલા જયપાલે જણાવ્યુ હતું કે, ટ્રમ્પની ઝીરો ટોલરન્સ પોલિસીના કારણે બાળકો તેમના માતા-પિતાથી અલગ થઈ રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. આ બાબતને સરકાર હળવાશથી ના લઈ શકે.

મિલા જયપાલે હાર્ટ સેનેટ ઓફિસની બહાર ઉપસ્થિત લોકોને સંબોધન કર્યુ હતું. જયપાલે જણાવ્યુ કે, “હું એ નિર્ણય લીધો છે કે, મારે પણ પ્રદર્શનકારીઓની સાથે વિરોધમાં બેસવુ જાઈએ. ટ્રમ્પ પ્રશાસન પોતાનો નિર્ણય પરત લે.

બીજી બાજુ, જયપાલ પર ભીડ એકઠી કરવા અને શાંતિ ભંગ કરવા બદલ ૫૦ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. જયપાલે શનિવારે વધુ એક વિરોધ પ્રદર્શન ફેમિલિઝ બિલોંગ ટુગેધરનું આયોજન કર્યુ હતું, જે વોશિંગ્ટન અને દેશના અન્ય શહેરોમાં થશે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એપ્રિલમાં ઝીરો ટોલરન્સ પોલિસી લાગુ કરી હતી, જે હેઠળ મેક્સિકો બોર્ડરથી અમેરીકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી રહેલા બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરી દેવાયા છે.