નવી દિલ્હી,
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને મિ. વોલ રાહુલ દ્રવિડને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આઈસીસીના હોલ ઓફ ફેમમાં શામેલ કરવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને ઈંગ્લેંડના પૂર્વ મહિલા ક્રિકેટર ક્લેયર ટેલરને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. રવિવારે ICC દ્વારા આયોજિત કરાયેલા એક ખાસ કાર્યક્રમમાં તેઓને આ ખાસ ગ્રુપમાં શામેલ કરાયા હતા.
The Wall is in The Hall!
Here's his #ICCHallOfFame cap 👀 pic.twitter.com/gbn5aA1G4J— ICC (@ICC) July 1, 2018
આઈસીસીના હોલ ઓફ ફેમમાં શામેલ થનારા રાહુલ દ્રવિડ ભારતના પાંચમા ક્રિકેટર છે. અ પહેલા મહાન સ્પિન બોલર અનિલ કુંબલેને ૨૦૧૫માં અને ૨૦૦૯માં બિશન સિંહ બેડી, કપિલ દેવ અને સુનીલ ગવાસ્કરને આ સન્માન આપવામાં આવ્યું હતું.
⚡️ “Dravid, Ponting, Taylor inducted to ICC Hall of Fame”https://t.co/DpatVW7rlH
— ICC (@ICC) July 1, 2018
Former greats reflect on some of the most brilliant careers in cricket history as we prepare to induct three members to the #ICCHallofFame later this evening. pic.twitter.com/Y7I6WDzx4V
— ICC (@ICC) July 1, 2018
ICCના CEO ડેવિડ રિચર્ડસને જણાવ્યું, “આ રમતમાં મહાન ખેલાડીઓને સન્માનિત કરવાનો આ ICCનો નિયમ છે. ક્રિકેટમાં યોગદાન માટે દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને આ સમુહમાં જગ્યા આપવામાં આવતી હોય છે અને હું દ્રવિડ, પોન્ટિંગ અને ટ્રેલરને હોલ ઓફ ફેમમાં શામેલ કરવા માટે અભિનંદન પાઠવું છું.
Watch the video as Rahul Dravid is inducted into the #ICCHallofFame
👉 https://t.co/qW5lNJkTvy pic.twitter.com/56skw3pkrk
— ICC (@ICC) July 1, 2018
રાહુલ દ્રવિડે આ સન્માન મેળવ્યા બાદ પોતાના પરિવાર અને કોચને અભિનંદન પાઠવતા કહ્યું, “હું એ તમામ લોકોને ધન્યવાદ આપું છું, જેઓએ આ રમત માટે યોગદાન આપ્યું છે. બાળપણથી લઇ ભારત માટે ક્રિકેટ રમવા દરમિયાન અલગ અલગ કોચે મારી રમતને ઉંચી લઇ જવા માટે યોગદાન આપ્યું છે અને તેઓ એક ઉંચાઈએ લઇ ગયા છે, હું તેઓને ધન્યવાદ કહેવા માંગું છું. સાથે સાથે હું મારા બંને બાળકો, મિત્રો અને જે ખેલાડીઓ સાથે અને વિરુધમાં ક્રિકેટ રમી, જેઓએ મારી રમતને મજબૂત કરી, તેઓને પણ ધન્યવાદ કહેવા માંગું છું”.
રાહુલ દ્રવિડની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
A classical batsman with an outstanding defence, 'The Wall' is one of India’s greatest-ever Test batsmen and among the all-time greats at No.3 in Test cricket.#ICCHallofFame pic.twitter.com/q0K3qDy7ML
— ICC (@ICC) July 1, 2018
ભારતીય ટીમની વોલ કહેવાતા રાહુલ દ્રવિડે પોતાના ટેસ્ટ કેરિયર દરમિયાન ૧૬૪ ટેસ્ટમાં ૧૩,૩૪૪ રન બનાવ્યા છે, જેમાં ૩૬ સદી અને ૬૩ ફિફ્ટી ફટકારી છે. આ ઉપરાંત વન-ડે કારકિર્દીમાં ૩૪૪ મેચમાં ૧૦,૮૮૯ રન બનાવ્યા છે, જેમાં ૧૨ સદી અને ૮૩ ફિફ્ટી ફટકારી છે.
અત્યારસુધી ૮૭ ક્રિકેટરોને મળી ચુક્યું આ સન્માન
મહત્વનું છે કે, ICC દ્વારા આપવામાં આવતું હોલ ઓફ ફેમ સન્માનની શરૂઆત ૨૦૦૯માં થઇ હતી અને આ સન્માન અત્યારસુધી ૮૭ ક્રિકેટરોને આપવામાં આવી ચુક્યું છે. કુલ ૮૭ ખેલાડીઓમાં ૮૦ પુરુષ અને ૭ મહિલા ક્રિકેટરો છે.
ICC દ્વારા આપવામાં આવતા હોલ ઓફ ફેમ સન્માન મેળવનારા ખેલાડીઓમાં ઈંગ્લેંડ મોખરે છે. ઈંગ્લેંડના ૨૮ ખેલાડીઓએ આ સન્માન મેળવ્યું છે, જયારે ઓસ્ટ્રેલિયા ૨૫, વેસ્ટ ઇન્ડીઝ ૧૮, ભારત અને પાકિસ્તાનના ૫-૫, ન્યુઝીલેન્ડના ૩, દક્ષિણ આફ્રિકાના ૨ અને શ્રીલંકાના ૧ ખેલાડી છે.
