પાટણ
પાટણમાં એક વકીલે અન્ય યુવક સાથે મળીને યુવતી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પાટણ શહેરના એ ડીવીઝન પોલીસ મથકમાં કરી હતી.
પોલીસે યુવતીને મેડીકલ તપાસ અર્થે મોકલી બન્ને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વકીલ સામે ફરિયાદ થતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.
યુવતી શહેરના મોતીશા વિસ્તારમાંથી દરગાહએ જઈ રહી હતી તે દરમિયાન વકીલાતનો વ્યવસાય કરતા પંકજ વેલાણી નામના શખ્સે એક બીજા શખ્સ સાથે મળીને યુવતીને કારમાં બેસાડી ઝાડીઓમાં લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું અને ત્યાર બાદ યુવતીને ધમકાવી હતી. દુષ્કર્મની વાત કોઇને કરશે તો ફસાવી દેવાની ધમકી આપી હતી. A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થતા આ ઘટના અંગે પોલીસ તપાસ કરી કરી છે.
