Not Set/ આણંદ: મેઘરાજાની પધરામણી, વરસાદના આગમનથી ખેડૂતોમાં ઉત્સાહ

ગુજરાત, ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોને ગરમીમાં રાહત મળી છે. અમરેલી જીલ્લાના લાઠી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદની આતુરતાથી રાહ જોતા ઘરતી પુત્રોના આતુરતા અંત આવ્યો હતો. સવારથી વાદળ છાયુ વાતાવરણ વચ્ચે મેઘ રાજા ઘીમી ઘારે વરસતા ઘરતી પુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી. પંચમહાલના હાલોલ તાલુકામા આકાશમાં વાદળ છવાઈને વરસાદની ધમાકે […]

Gujarat Videos

ગુજરાત,

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોને ગરમીમાં રાહત મળી છે. અમરેલી જીલ્લાના લાઠી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદની આતુરતાથી રાહ જોતા ઘરતી પુત્રોના આતુરતા અંત આવ્યો હતો. સવારથી વાદળ છાયુ વાતાવરણ વચ્ચે મેઘ રાજા ઘીમી ઘારે વરસતા ઘરતી પુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી.

પંચમહાલના હાલોલ તાલુકામા આકાશમાં વાદળ છવાઈને વરસાદની ધમાકે દાર એન્ટ્રીથી નગરજનોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોને રહતા અનુભવાયો હતો. રોડ રસ્તા પાણીથી છલકાયું હતું. તેમજ 10 દિવસના વિરામ બાદ ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાનું આગમન થયુ હતું.

જેને લઇ પેહલા વરસાદમાં વાવણી કરી ને ચિંતાતુર બનેલા ધરતી પુત્રોમાં આનંદ છવાયો હતો. આણંદમાં પણ મેઘરાજાની પધરામણી થતા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યું હતું.