Not Set/ રોયલ એનફિલ્ડને ટક્કર આપવા આવી રહ્યું છે મહિન્દ્રાનું આ ક્લાસિક લેજંડ

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ હાલમાં જ ટ્વીટ કરીને ભારતમાં Jawa બ્રાંડ ખુબ જલ્દી આવી રહી હોવાનું એલાન કર્યું છે. આઇકોનિક Jawa મોટર સાયકલને ભારતમાં મહિન્દ્રા ગ્રુપ દ્વારા લોન્ચ કરવામાં આવશે. જોકે, આનંદ મહિન્દ્રાએ આ બાઈક લોન્ચ કરવાની કોઈ ચોક્કસ તારીખ આપી નથી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે નવું બાઈક આ વર્ષે જ લોન્ચ […]

Top Stories India Business

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ હાલમાં જ ટ્વીટ કરીને ભારતમાં Jawa બ્રાંડ ખુબ જલ્દી આવી રહી હોવાનું એલાન કર્યું છે. આઇકોનિક Jawa મોટર સાયકલને ભારતમાં મહિન્દ્રા ગ્રુપ દ્વારા લોન્ચ કરવામાં આવશે. જોકે, આનંદ મહિન્દ્રાએ આ બાઈક લોન્ચ કરવાની કોઈ ચોક્કસ તારીખ આપી નથી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે નવું બાઈક આ વર્ષે જ લોન્ચ થશે. રોયલ એનફિલ્ડ સાથે નવી Jawaની ટક્કર થશે.

https://twitter.com/anandmahindra/status/1012207714909478913

આશા રાખવામાં આવી રહી છે કે આ બાઈકને તહેવારોના સમય પર અથવા 2018ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આનંદ મહિન્દ્રાએ બાઈકનો ફોટો ટ્વીટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે જીંદગી તોફાન પસાર થઇ જવાની રાહ જોવા માટે નથી. પણ વરસાદમાં રાઈડ કરવા માટે છે.

મહિન્દ્રાએ ઝેક રિપબ્લિકની મોટર સાયકલ કંપની Jawa સાથે એક્સક્લુઝિવ બ્રાંડ લાઈસન્સિંગ એગ્રીમેન્ટ સાઈન કર્યું છે. મતલબ કે મહિન્દ્રાએ ક્લાસિક લેજંડને ખરીદી લીધું છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાસે ક્લાસિક લેજંડ પ્રાઈવેટ લીમીટેડમાં 60 ટકા ભાગીદારી છે. મહિન્દ્રા મધ્ય પ્રદેશના પીથમપુર પ્લાન્ટમાં Jawa મોટર સાયકલનું ઉત્પાદન કરી રહ્યું છે. આશા રાખવામાં આવે છે કે Jawa બ્રાંડનું પહેલું મોટર સાયકલ રેટ્રો-સ્ટાઈલ બાઈક હશે, જેમાં મહિન્દ્રા મોજો પ્લેટફોર્મ હશે.