હીરો મોટોર્કોર્પ ની બાઈક Xtreme 200R ને સૌ પ્રથમ કન્સેપ્ટ ફોર્મમાં ૨૦૧૬ના ઓટો એક્સ્પો માં દેખાડવામાં આવી હતી અને
ત્યારબાદ જાન્યુઆરીમાં બધા સ્પેસીફીકેશન સાથે શો કેસ કર્યું હતું પણ ત્યારે પણ કંપનીએ બાઈકની કિમત જાહેર કરી ન હતી.
કંપનીએ આ નવી બાઈક Xtreme 200Rને એની કિમત રૂ. ૮૮,૦૦૦ સાથે કંપનીની વેબસાઈટ પર લીસ્ટ કરી છે અને કંપનીની
વેબસાઈટ મુજબ આ નવી કિમત દેશના ૮ ઉતર-પૂર્વી રાજ્યો માટે રાખવામાં આવી છે. જેનું લીસ્ટ આ મુજબ છે, અરુણાચલ
પ્રદેશ, અસમ, મેઘાલય, મિઝોરમ , મણીપુર,ત્રિપુરા,નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળ.
૮૮,૦૦૦ માં મળતું આ બાઈક 200cc વાળા બાઈકના સેગમેન્ટમાં બીજા બાઈકની સરખામણીમાં ઘણી સસ્તી છે. પરંતુ આ બાઈક
ની ટક્કર માર્કેટમાં૧.૦૩ લાખના TVS Apache RTR 200 4V અને ૧ લાખના Bajaj Pulsar NS200 સાથે થશે. ભારતની માર્કેટ
સ્વાભાવિકપણે મોટી છે એટલે બાઈક ટક્કર જીલી શકશે કારણકે ઘણા વ્યાજબી ભાવ માં 2૦૦cc સેગમેન્ટ ની બાઈક માં આ
Xreme 200R લોન્ચ થઇ ગઈ છે પરંતુ એની ડીલીવરી ક્યારથી શરુ થશે એની કોઈ જાણકારી આપવામાં આપી નથી.
આ બાઈકમાં 200cc નું સીંગલ સીલીન્ડર એર કુલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે. ટ્રાન્સમિશન માટે આ એન્જીન ને ૫ સ્પીડ
ગીયરબોક્ષ થી જોડવામાં આવ્યું છે. આ એન્જીન ૧૮.૪ bhp પાવર નું છે અને ૧૭ Nm ની પીક ટોર્ક જનરેટ કરશે. કંપનીના કહેવા
મુજબ આ બાઈક ની ટોપ સ્પીડ ૧૧૪ કિલોમીટર પ્રતિ કલાક ની રહેશે અને ૦ થી ૬૦ ની પ્રતિ કલાકની સ્પીડ પકડવા માટે માત્ર
૪.૬ સેકન્ડ નો સમય લેશે.
બીજા ફીચર્સની વાત કરીએ આ Xtreme R બાઈકની તો આમાં LED DRLs, LED ટેલ લાઈટ, ડીજીટલ i ઇન્સ્ટરૂમેન્ટ કન્સોલ
અને અલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ 200cc બાઈક ને તૈયાર કરતી વખતે એના પરફોર્મન્સ અને બ્રેકીંગ નું વિશેષ રૂપથી
ધ્યાન રખાયું છે. Xtreme 200R બાઈકના આગળના ભાગમાં ટેલીસ્કોપ સસ્પેન્શન અને પાછલા સેક્શનમાં મોનોશોક સસ્પેન્શન
અપાયું છે ઉપરાંત બન્ને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક સિવાય ABS પણ કંપની દ્વારા લગાવાયા છે. ગ્રાહકો માટે હીરો મોટોર્કોર્પ ની આ
બાઈક Xtreme 200R ૫ કલરમાં મળશે.
