અજમેર.
8, જુલાઈ 2018.
આજ રોજ સવારે રાજસ્થાનમાં ભૂકંપના સમાચાર ફેલાય હતા. જે સમાચાર બાદ બપોરે 12 વાગ્યે એક દુઃખદ સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં ટ્રક અને બસ ટકરાતા એક અકસ્માત સર્જાયો છે. જેમાં 12 લોકો મોતને ભેટ ચડયા છે.
આ અકસ્માત અજમેરના મંગલિયાવાસના એક પુલ પાસે થયો છે. જેમાં 20 થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જયારે અન્યને થોડી-ઘણી ઇજા પહોંચી છે અને તેઓ સુરક્ષિત છે. જયારે તેમની સારવાર માટે વહેલી તકે 108 એમ્બ્યુલન્સની મારફતે નજીકની જેએનએલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા મૃત્યુ થયેલા લોકોની ઓળખાણ કરવાનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં અવાર-નવાર લોકોના અકસ્માતની ખબરો મળતી રહે છે. જેમાં આ ઘટના ભારે ગંભીર છે, જેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
