Not Set/ દિલ્હી : ઢોંગી બાબાએ કર્યા છોકરી સાથે અડપલાં, પોલીસે કરી ધરપકડ   

 દિલ્હી દિલ્હીના હોજ કાજી વિસ્તારમાં છેડછાડ કરવા બદલ નાગા બાબાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપી બાબાનું નામ રવિ ગિરીજી મહારાજ હોવાનું જાણવા મળ્યું છે. એક છોકરીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 354ડી, 506, 509 અને 67 આઇટી હેઠળ કેસ નોંધ્યો છે અને હાલ આ કેસની તપાસ થઈ રહી છે. માહિતી […]

Top Stories India
 દિલ્હી

દિલ્હીના હોજ કાજી વિસ્તારમાં છેડછાડ કરવા બદલ નાગા બાબાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપી બાબાનું નામ રવિ ગિરીજી મહારાજ હોવાનું જાણવા મળ્યું છે. એક છોકરીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 354ડી, 506, 509 અને 67 આઇટી હેઠળ કેસ નોંધ્યો છે અને હાલ આ કેસની તપાસ થઈ રહી છે.

માહિતી અનુસાર, ભોગ બનનાર પીડિતાના લગ્ન થયા નહોતા.. તેના માતા-પિતાએ આરોપી બાબા રવિ ગિરીજી મહારાજને તેણીના લગ્ન કરવા માટે છોકરો શોધવાનું કહ્યું હતું. આ બાબાએ પછી તેના ઘરે જવાનું શરૂ કર્યું. છોકરી સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. ભોગ બનનારે એવો આરોપ મૂક્યો છે કે બાબાએ ધીરે ધીરેથી તેની સાથે ખરાબ રીતે વાતચીત કરવાનું શરૂ કર્યું. જો કે, ભોગ બનનારે તેનો વિરોધ કર્યો.

આ પછી, આરોપી બાબાએ તેમને અશ્લીલ અને અભદ્ર મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. ભોગ બનેલી યુવતીએ તેના પરિવારને તેના આવા વર્તન વિશે જણાવ્યું હતું. પીડિત અને તેના પરિવારએ પોલીસને માહિતી આપી હતી ભોગ બનેલી ફરિયાદના આધારે, પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ 354 ડી, 506, 509 અને 67 આઇટી હેઠળ હાલ કેસ નોંધ્યો છે.

કેસની નોંધણી કર્યા પછી, પોલીસએ આરોપીની શોધ કરવાનું શરૂ કર્યું. પરંતુ આરોપી બાબાના કોઈ કાયમી સરનામુ ન હોવાના લીધે, પોલીસને તેને ધરપકડ માટે ઘણાં પ્રયત્નો કરવા પડ્યા. દરમિયાન, સુત્રો અનુસાર જાણવા મળ્યું હતું કે, આરોપી બાબા દિલ્હીના હરિહર આશ્રમ, રામલીલા ગ્રાઉન્ડ, કમલા માર્કેટમાં હાજર છે. પોલીસ ટીમ ત્યાં ગઈ અને તેમને ધરપકડ કરી હતી.

આપને જણાવી દઈએ કે, રોજ બરોજ ધર્મના નામે લોકોને મૂર્ખ બનાવીને આ બાબા તેમનો સ્વાર્થ સાધતો હતો તાજેતરમાં નાગા બાબાની જેમ, એક છોકરીએ એક પ્રસિદ્ધ જ્યોતિષી અને ધર્મગુરુ મહારાજ પર બળાત્કારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનાર દાતી મહારાજની શિષ્યા હતી અને તેના આશ્રમમાં રહેતી હતી. પોલીસ તેમને કોઈપણ સમયે ધરપકડ કરી શકે છે.