New Delhi News/ એર ઇન્ડિયાના ઉડતા વિમાનમાં ટેકમિકલ ખામી, ટેકઓફના બે કલાક બાદ અધવચ્ચેથી પરત ફર્યું

એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટ IX 375 માં પાઇલટ અને ક્રૂ સહિત કુલ 188 લોકો સવાર હતા

Top Stories India

New Delhi News : દિવસે દિવસે એર ઈન્ડિયાના વિમાનોમાં સમસ્યાઓ વધી રહી છે. હાલમાં જ આવો એક કિસ્સો બન્યો છે જે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનો છે.  જેમાં દોહા જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ બે કલાક પછી કાલિકટ એરપોર્ટ પર પરત ફરી હતી. . એવું કહેવાય છે કે વિમાનમાં કોઈ ટેકનિકલ સમસ્યા બાદ તેને પરત કરવામાં આવી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ આ અંગે એક નિવેદન જારી કર્યું છે. નોંધનીય છે કે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ એરલાઇન કંપનીઓ ખૂબ જ સાવધ બની ગઈ છે. આ કારણે વિમાનોની ઉડાનમાં ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે.

પ્રવક્તાએ શું કહ્યું?

એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટેકઓફ પછી ટેકનિકલ સમસ્યાને કારણે અમારી એક ફ્લાઇટ કોઝિકોડ પરત ફરી હતી. અમે બધા મુસાફરો માટે વૈકલ્પિક વિમાન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે આ સમય દરમિયાન થયેલી અસુવિધા બદલ અમને દિલગીર છીએ. તેમણે એમ પણ કહ્યું કે સલામતી અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા છે.

અધિકારીએ કહ્યું કે, કોઈ ઇમરજન્સી લેન્ડિંગ નથી

એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટ IX 375 માં પાઇલટ અને ક્રૂ સહિત કુલ 188 લોકો સવાર હતા. વિમાને સવારે લગભગ 9:07 વાગ્યે કાલિકટ એરપોર્ટથી ઉડાન ભરી હતી. પરંતુ બે કલાક પછી, તે ૧૧:૧૨ વાગ્યે એરપોર્ટ પર પાછું આવ્યું. સત્તાવાર નિવેદન મુજબ, વિમાનના કેબિન એસીમાં કોઈ ટેકનિકલ સમસ્યા હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઇમરજન્સી લેન્ડિંગ નહોતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લંડનમાં ટેકઓફ બાદ તરત જ વિમાન ક્રેશ, ટેકઓફ પછી તરત લાગી ભીષણ આગ

આ પણ વાંચો:એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું, અમદાવાદ અકસ્માતના ભયાનક દ્રશ્યો જુઓ

આ પણ વાંચો:નેપાળના ત્રિભુવન એરપોર્ટ પર પ્લેન ક્રેશ, ટેક ઓફ દરમિયાન આગના ગોળામાં ફેરવાયું વિમાન