Breaking News/ નેપાળના ત્રિભુવન એરપોર્ટ પર પ્લેન ક્રેશ, ટેક ઓફ દરમિયાન આગના ગોળામાં ફેરવાયું વિમાન

નેપાળના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન વિમાન ક્રેશ થયું હતું.

Top Stories World Breaking News

નેપાળના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન વિમાન ક્રેશ થયું હતું. વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું. આ અકસ્માતમાં કેટલી જાનહાનિ થઈ છે તે હાલ બહાર આવ્યું નથી.

અકસ્માત બાદ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં, રેસ્ક્યુ ટીમ વહેલી તકે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને વિમાનમાં સવાર મુસાફરો વિશે માહિતી મેળવી શકાય.

આ પ્લેન દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેનમાંથી આગની ઉંચી જ્વાળાઓ નીકળી રહી છે. દુર્ઘટનાને કારણે વિમાનની અવરજવર પ્રભાવિત થઈ છે.

 માહિતી મુજબ, કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન સૌર્ય એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોખરા જઈ રહેલા પ્લેનમાં એરક્રુ સહિત 19 લોકો સવાર હતા અને આ દુર્ઘટના સવારે 11 વાગ્યે થઈ હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોખરા જઈ રહેલા પ્લેનમાં એરક્રુ સહિત 19 લોકો સવાર હતા અને સવારે 11 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે નેપાળમાં દર વર્ષે સરેરાશ એક પ્લેન ક્રેશ થાય છે. 2010 થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 12 પ્લેન ક્રેશ થયા છે.

જાન્યુઆરી 2023માં નેપાળમાં આવો જ એક અકસ્માત થયો હતો. જ્યાં પોખરા નજીક યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં પાયલોટ સહિત 72 લોકોના મોત થયા હતા.

તેવી જ રીતે, 29 મે, 2022 ના રોજ, તારા એરલાઇન્સનું વિમાન મુસ્તાંગ જિલ્લામાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 22 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત અનેક અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જો બાઈડેન અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે, આ ઉમેદવારને આપ્યું સમર્થન

આ પણ વાંચો:કમલા હેરિસ માટે કેટલી સરળ રહેશે ચૂંટણી જીતવી, જાણો કોણ છે હરીફો…….

આ પણ વાંચો:શું વિશ્વનો વિનાશ થઈ જશે? ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસની 6 ડરામણી ભવિષ્યવાણીઓ