Not Set/ બહારના નમાઝીઓ તાજમહેલમાં નહિ પઢી શકે નમાઝ, SC એ કહ્યું બીજી જગ્યાએ પઢી શકો છો…

દુનિયાના સાત અજૂબાઓ માં શામેલ પ્રેમની નિશાની તાજમહેલમાં હવેથી બહારના લોકો નમાઝ નહિ પઢી શકે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે તાજમહેલ સાત અજૂબાઓમાં શામેલ છે. અહીં નમાઝ ના પઢવી જોઈએ. જોકે સ્થાનિક નમાઝીઓ નમાઝ પઢી શકશે. જણાવી દઈએ કે સ્થાનિક નમાઝીઓએ એક અરજી દાખલ કરી હતી. જેમાં એમણે માંગ કરી હતી કે એમની સાથે બહારના લોકોને […]

Top Stories India

દુનિયાના સાત અજૂબાઓ માં શામેલ પ્રેમની નિશાની તાજમહેલમાં હવેથી બહારના લોકો નમાઝ નહિ પઢી શકે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે તાજમહેલ સાત અજૂબાઓમાં શામેલ છે. અહીં નમાઝ ના પઢવી જોઈએ. જોકે સ્થાનિક નમાઝીઓ નમાઝ પઢી શકશે.

જણાવી દઈએ કે સ્થાનિક નમાઝીઓએ એક અરજી દાખલ કરી હતી. જેમાં એમણે માંગ કરી હતી કે એમની સાથે બહારના લોકોને પણ નમાજ પઢવાની પરવાનગી આપવામાં આવે.

 

મહત્વનું છે કે તાજમહેલ સ્થિત મસ્જિદમાં દર શુક્રવારે જુમ્માની નમાઝ પઢવામાં આવે છે. જેને લઈને ઘણી વાર વિરોધ પણ કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષો થી માંગ કરવામાં આવા હતી કે નમાઝ બંધ કરી દેવામાં આવે અથવા શિવ ચાલીસા વાંચવાની અનુમતિ આપવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઇતિહાસ વિંગ અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ દ્વારા માંગ કરવામાં આવા હતી કે તાજમહેલમાં શુક્રવારે થતી નમાઝ પર રોક લગાવી દેવામાં આવે.

કેટલીક વાર ભાજપ ના નેતાઓ પણ નિવેદનો આપી ચુક્યા છે. જેમાં એમણે તાજમહેલ ને શિવ મંદિર દર્શાવ્યું હોય. કેટલાક લોકોએ આને તેજો મહાલય પણ કહ્યું હતું।