નવી દિલ્હી,
દુનિયાનો નંબર એક ટેનિસ ખેલાડી રોજર ફેડરરના એક ટેનિસ શોટ અંગે વાઈરલ થયેલા વિડીયો અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંધ (ICC) દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. આ વિડીયોમાં રોજર ફેડરર એક ક્રિકેટ શોટ રમતો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ ICCએ આ શોટ પર એક પ્રતિક્રિયા આપી છે.
Ratings for @rogerfederer's forward defence, @ICC?#Wimbledon pic.twitter.com/VVAt2wHPa4
— Wimbledon (@Wimbledon) July 9, 2018
હકીકતમાં, સોમવારે ઈંગ્લેંડમાં રમાઈ રહેલા વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની લીગ મેચ રમતા સીધા સેટમાં મેચ જીતી હતી. આઠ વારના વિમ્બલ્ડન ચેમ્પિયન ખેલાડી ફેડરરે ફ્રાંસના એડ્રિયન માનારિનોને એક કલાક અને ૪૫ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૬-૦, ૭-૫, ૬-૪થી હરાવી અંતિમ – ૧૬માં પ્રવેશ કર્યો હતો.
*sigh* ok… 👇 pic.twitter.com/KXnhaznxL8
— ICC (@ICC) July 9, 2018
આ મેચ દરમિયાન રોજર ફેડરરે ક્રિકેટની ટેકનિકનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ વિમ્બલ્ડન દ્વારા પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર વિડીયો શેયર પણ કર્યો અને ICCને પૂછ્યું હતું કે, “ફેડરરના ફોરવર્ડ ડિફેન્સને શું રેટિંગ આપશો..?
When greatness recognises greatness 👌 pic.twitter.com/UB2hJli5gw
— ICC (@ICC) July 9, 2018
જો કે ત્યારબાદ ICC દ્વારા પોતાનો જવાબ આપતા એક પોસ્ટ શેયર કરી હતી, જેમાં કહ્યું હતું કે, ફેડરરના ફ્રેન્ડસ ખુશીથી સમાઈ શકે એમ માંથી.
હકીકતમાં ICC દ્વારા ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ કહેવાતા ટેસ્ટના બેટ્સમેનોની રેન્કિંગ જાહેર કરી હતી અને એમા ફેડરરને નંબર એક ટેસ્ટ રેન્કિંગ આપ્યું હતું.
