ઓવલ,
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ ટેસ્ટ અને પાંચમી મેચમાં યજમાન ટીમે ૧૧૮ રને જીત મેળવી છે. આ સાથે જ ઇંગ્લેન્ડ ની ટીમે પાંચ મેચની સિરીઝ ૪-૧ થી પોતાના નામે કરી લીધી છે.
A fantastic Test series comes to an end, England 4-1 winners! 🏆 #ENGvIND pic.twitter.com/SHCfZJG8gZ
— ICC (@ICC) September 11, 2018
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૩૨ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી. જો કે ત્યારબાદ ભારતીય ટીમને પ્રથમ ઇનિંગ્સમાં ૨૯૨ રન પર ઓલ આઉટ કર્યા બાદ યજમાન ટીમે ૪૦ રનની લીડ મેળવી હતી.
૪૦ રનની લીડ મેળવ્યા બાદ ઈંગ્લેંડની ટીમે પોતાની બીજી ઇનિંગ્સ ૮ વિકેટે ૪૨૩ રન બનાવી ડિક્લેર કરી હતી અને ભારતીય ટીમને ૪૬૪ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.
બીજી ઇનિંગ્સમાં ભારતનો થયો ધબડકો
૪૬૪ના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમનો ધબડકો થયો હતો અને માત્ર ૨ રનના સ્કોરે ૩ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે ત્યારબાદ ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ અને પંતની શાનદાર સદી સાથે ભારતીય ટીમ ૩૪૫ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી અને ૧૧૮ રને પરાજય થયો છે.
ટીમ ઇન્ડિયાની શરૂઆતમાં જ ઓપનર બેટ્સમેન શિખર ધવન ૧ રન અને ચેતેશ્વર પુજારા અને કેપ્ટન કોહલી પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પાછા ફર્યા હતા. જયારે રહાનેએ ૩૭ રન બનાવ્યા હતા.
Finishing the series on a high! Congratulations to @klrahul11 for his fifth Test century, his first since hitting 199 against England in Chennai in 2016! 👏 #ENGvIND pic.twitter.com/imeSgAcK36
— ICC (@ICC) September 11, 2018
હાલમાં કે એલ રાહુલે ટેસ્ટ કેરિયરની ૫ સદી ફટકારવાની સાથે ૧૪૯ રન બનાવ્યા હતા.
Congratulations to @RishabPant777 for his maiden Test century, bringing it up in style with a six! 💯
He's the first Indian wicketkeeper to score a Test century in England! #ENGvIND pic.twitter.com/YKk8K8jF2z
— ICC (@ICC) September 11, 2018
જયારે ત્રણ ટેસ્ટમાં આઉટ ઓફ ફોર્મમાં રહેલા વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે ટેસ્ટ કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી અને ૧૧૪ રન બનાવી આઉટ થયો હતો.
ઈંગ્લેંડે ભારતીય ટીમને આપ્યો ૪૬૪ રનનો વિશાળ ટાર્ગેટ
આ પહેલા ૪૦ રનની લીડ મેળવ્યા બાદ ઈંગ્લેંડની ટીમે પોતાની બીજી ઇનિંગ્સ ૮ વિકેટે ૪૨૩ રન બનાવી ડિક્લેર કરી હતી અને ભારતીય ટીમને ૪૬૪ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.
કેપ્ટન જો રૂટ ૧૨૫ રન તેમજ કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા ઓપનર બેટ્સમેન કૂક ૧૪૭ રન બનાવી આઉટ થયા હતા. જયારે ભારત તરફથી જાડેજા અને હનુમાન વિહારીએ અનુક્રમે ૩ – ૩ વિકેટ ઝડપી છે.
England's lead has extended to 209 runs with Cook (74*) and Root (53*) putting on a century partnership to take England to 169/2 at drinks in the morning session of day four at The Oval.#ENGvIND LIVE ➡️ https://t.co/LQoNOzv9xA pic.twitter.com/10XDNGo9P8
— ICC (@ICC) September 10, 2018
ભારતે પ્રથમ ઇનિંગ્સમાં બનાવ્યા ૨૯૨ રન
ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ૨૯૨ રન બનાવી લીધા છે. પહેલી ઇનિંગ્સની ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન શિખર ધવન માત્ર ૩ રન નોધાવી આઉટ થયો હતો, જયારે કે એલ રાહુલે ૩૭ રન બનાવ્યા હતા.
મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ૩૭ અને કેપ્ટન વિરાટ કોહલીએ ૪૯ રન બનાવી આઉટ થયા હતા અને પોતાના ઇનિંગ્સને મોટા સ્કોરમાં તબદીલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. ત્યારબાદ અજીન્ક્ય રહાને પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં પાછો ફર્યો હતો, જયારે વૃષભ પંતે માત્ર ૫ રન બનાવ્યા હતા.

પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા હનુમાન વિહારી ૫૬ રન બનાવી આઉટ થયો છે. જયારે ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજા સૌથી વધુ ૮૬ રન બનાવી નોટઆઉટ રહ્યો છે. જયારે ઈંગ્લેંડ તરફથી જેમ્સ એન્ડરસન, મોઈન અલી અને બેન સ્ટોક્સે ૨ – ૨ વિકેટ ઝડપી છે.
ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં બનાવ્યા ૩૩૨ રન
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૩૨ રન બનાવ્યા હતા. ઓપનર બેટ્સમેન જેનિંગ્સ ૨૩ રન, ટેસ્ટ કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂકેે ૭૧ રન બનાવ્યા હતા, જ્યારે મોઇન અલીએ ૫૦ રન બનાવ્યા હતા.

જો કે ત્યારબાદ યજમાન ટીમનો ધબડકો થયો હતો. કેપ્ટન જો રૂટ ૦, જોની બેયરસ્ટો ૦ અને બેન સ્ટોક્સ ૧૧, કરન 0 રન બનાવી આઉટ થયા હતા. ટીમના ધબડકા બાદ જોસ બટલરે ૮૯ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી ટીમનો સ્કોર ૩૦૦ને પાર પહોચાડ્યો હતો.

ભારત તરફથી સ્પિન બોલર જાડેજાએ સૌથી વધુ ૪ વિકેટ, જયારે ઇશાંત શર્મા અને બુમરાહે અનુક્રમે ૩ – ૩ વિકેટ ઝડપી હતી.
