વોશીંગ્ટન
અમેરિકાના પૂર્વના દરિયાકિનારા પર ફ્લોરેન્સ નામના વાવાઝોડા ત્રાટકવાના ખતરાને જોતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ લોકોને વાવાઝોડા અંગે ચેતવણી આપતાં ટ્વીટ્સ કર્યાં છે અને સુરક્ષિત સ્થળોએ જવા માટે અપીલ કરી છે. આ વાવાઝોડું ૪થી કેટેગરીનું છે અને સોમવારથી ૧૪૦ મીટર પ્રતિ કલાકની સ્પીડથી પૂર્વ તટ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
નેશનલ હેરીકન સેન્ટરે આ તોફાનને ઘણું ખતરનાક જણાવ્યું છે. એવું અનુમાન લગાવી રહ્યું છે કે આ વાવાઝોડું મંગળવાર સુધીમાં ૫મી કેટગરી સુધી પહોચી શકે છે.

ફ્લોરેન્સ નામનું આ વાવાઝોડું પૂર્વ કિનારે અથડાઈ શકે છે. સાઉથ કેરોલીનાની સરકારે ૧૦ લાખ લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાના આદેશ આપ્યા છે. તેમજ નોર્થ કેરોલીનાના ફરવાલાયક સ્થળને પણ ખાલી કરવી દેવામાં આવ્યા છે.

સાઉથ કેરોલીનાના ગવર્નર હેનરીના કહ્યું મુજબ આ તાકતવર તોફાન છે. આપણે કોઈ ખતરો ઉઠી શકીએ નહિ. તટ પ્રદેશ પર વસવાટ કરનારા લોકોને ભાર કાઢવા એ ખુબ જરૂરી છે.
આ તોફાનના લીધે ભારે વરસાદ અને પુરની સંભાવના છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ શુક્રવારે મિસીસિપીમાં થનારી રેલી રદ કરી દીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે પ્રભાવિત રાજ્યોના ગવર્નરો સાથે આ મામલે વાતચીત કરી છે.
યુનિવર્સિટી ઑફ નોર્થ કેરોલિનાએ પણ ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સલામત સ્થળે જતા રહેવાની સૂચના આપી છે અને તે માટે જરૂરી પગલાં લેવાનાં શરૂ કરી દીધાં છે.
