Not Set/ ઘરની સાફ-સફાઈનું કહેતા ૧૧ વર્ષના બાળકે તેની દાદી પર ચલાવી દીધી ગોળી

એરિઝોના અમેરિકામાં એરિઝોના શહેરમાં હત્યાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ૧૧ વર્ષના એક બાળકે પોતાની દાદી પર એટલા માટે ગોળી ચલાવી કેમ કે છેલ્લા ઘણા દીવસથી તેની જોડેથી ઘરની સાફ-સફાઈ કરવી રહી હતી. આરોપી બાળકની દાદી તેને સફાઈ મામલે વારંવાર ટોક્યા કરતી હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બાળકે પોતાની દાદી પર ગોળી ચલાવ્યા બાદ […]

Top Stories World Trending

એરિઝોના

અમેરિકામાં એરિઝોના શહેરમાં હત્યાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ૧૧ વર્ષના એક બાળકે પોતાની દાદી પર એટલા માટે ગોળી ચલાવી કેમ કે છેલ્લા ઘણા દીવસથી તેની જોડેથી ઘરની સાફ-સફાઈ કરવી રહી હતી.

આરોપી બાળકની દાદી તેને સફાઈ મામલે વારંવાર ટોક્યા કરતી હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બાળકે પોતાની દાદી પર ગોળી ચલાવ્યા બાદ પોતાના પર ગોળી ચલાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ બાળકના દાદાએ તેમન કરતા તેને અટકાવ્યો હતો.

બાળકના દાદાએ પોલીસને જણાવ્યું હતું કે દાદી ઘણા દિવસથી તેની સાથે ઘરની સાફ-સફાઈ કરવી રહી હતી.

બાળકની દાદી ટીવી જોઈ રહી હતી તે દરમ્યાન અચાનક ખબર નહી શું થયું પરંતુ બાળકે તેની ૬૫ વર્ષીય દાદી પર ગોળી ચલાવી દીધી હતી.

વધુમાં તેમણે કહ્યું કે જેવી ગોળીનો અવાજ આવ્યો તેવો હું દોડ્યો અને મેં જોયું કે તે પોતાના પર પણ બંદૂક ચલાવવાની તૈયારી કરી રહ્યો હતો પરંતુ મેં તેને રોક્યો હતો.

જો કે આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.