મુંબઈ,
કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા અંગે ભાજપ પર નિશાન સાધ્યું હતું, ત્યારે હવે NDA ગઠબંધનના સાથી પક્ષ શિવસેનાએ પણ ભારતીય જનતા પાર્ટી પર હુમલો બોલ્યો છે.
શિવસેના દ્વારા પોતાના મુખપત્ર સામનામાં કહ્યું, “ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે ૨૦૧૯ સુધી રાહ જોવાની કોઈ જરૂરત નથી. આ ઘોષણા પીએમ મોદી અત્યારે પણ કરી શકે છે અને આ ઘોષણા તાત્કાલિક કરે એવો અમારો આગ્રહ છે”.
પાર્ટી દ્વારા પોતાના અખબારના એક લેખમાં લખ્યું, “શશી થરુરના નિવેદનને ગંભીરતાથી લેવાની કોઈ જરૂરત નથી, પરંતુ ભાજપ દ્વારા આ અંગે શોર મચાવવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસી નેતા થરૂરે એક નિવેદન આપતા કહ્યું હતું કે, “જયારે ભાજપ એકવાર વધુ સત્તામાં આવશે તો દેશ “હિંદુ પાકિસ્તાન” બની જશે.
સામનામાં લખવામાં આવ્યું છે કે,
“ભાજપના એક ધારાસભ્ય સુરેન્દ્ર નારાયણ સિંહે કહ્યું હતું કે, પ્રભુ શ્રી રામ પણ બળાત્કારને રોકી શકતા નથી. આ નિવેદન દેશના તમામ હિન્દુઓનું અપમાન છે. આ માટે અમિત શાહ માફી માંગશે કે નહિ ?”
“મણિશંકર એય્યર, દિગ્વિજય સિંહ, શશી થરુરના નિવેદનોથી માત્ર મનોરંજન થઈ રહ્યું છે. આ વાત જેની સમજમાં આવતી નથી તેઓ રાજનીતિમાં ખોટી રીતે હસ્તક્ષેપ કરી રહ્યા છે”.
“મણિશંકર એય્યર તો સીધે સીધે પાકિસ્તાની સમર્થક છે. શશી થરુરનું નામ પણ પાકિસ્તાનની મહિલા સાથે જોડાયેલું છે. આ ઉપરાંત દિગ્વિજય સિંહ પણ જામા મસ્જિદના ઈમામની ટોપી પહેરીને ટહેલતા હોય છે. આ તમામ લોકો નામથી હિંદુ છે”.
