અમદાવાદમાં 141મી રથયાત્રાએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેનો રંગ પણ જામતો જાય છે. 100 જેટલી ટ્રકો આ રથયાત્રામાં જોડાઈ છે. જેમાં જુદા જુદા ટેબ્લો તથા પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે.
ભગવાન કૃષ્ણ દ્વારા કાળી નાગને નાથવામાં આવ્યો તે પ્રસંગ, તો પીએમ મોદીનું મોહરું પહેરીને પણ કેટલાક યુવકો આ ટ્રકમાં આકર્ષણ જમાવી રહ્યા છે. રથયાત્રામાં જોડાયેલી તમામ ટ્રકોમાં રંગબેરંગી સુશોભન કરવામાં આવ્યું છે અને રથ ધીમે ધીમે મોસાળ તરફ આગળ વધી રહી છે.
આ રથયાત્રામાં 17 જેટલા ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વખતે ગજરાજના શરરી વિવિધ રંગબેરંગી રંગોળી ચિતરવમાં આવી છે. એટલું જ નહીં એક હાથીના મસ્તક પર ભગવાન જગન્નાથનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં 141મી રથયાત્રાએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે અમદાવાદના મેયર બીજલ પટેલે કોર્પોરેશનથી રથયાત્રાને લઇને શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને પાઠવી રથયાત્રાની શુભેચ્છા
Greetings on the auspicious occasion of Rath Yatra.
With the blessings of Lord Jagannath, may our country scale new heights of growth. May every Indian be happy and prosperous.
Jai Jagannath! pic.twitter.com/1Ifrxueaiu
— Narendra Modi (@narendramodi) July 14, 2018
તો રથયાત્રા નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા અને તેમણે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી હતી. પોણા સાત વાગ્યા આસપાસ વિજય રૂપાણી મંદિર ખાતે પહોંચ્યા અને સોનાની સાવરણી લઈને તેમણે રથયાત્રાની આગળ સફાઈ કરી.
On the eve of #RathYatraAhmedabad, Gujarat CM Shri @vijayrupanibjp along with DyCM Shri @Nitinbhai_Patel visited Jagannath Temple in Ahmedabad to perform Aarti & Darshan. They also met and collected #Rathyatra details from Mahant Dilipdasji Maharaj & Temple Trustee Mahendra Jha pic.twitter.com/ct8qskyPuo
— CMO Gujarat (@CMOGuj) July 13, 2018
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ પ્રસંગે તેમની સાથે રહ્યા હતા અને ત્યાર બાદ રથયાત્રાની શરૂઆત થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ લોકોને રથયાત્રા અને અષાઢી બીજની શુભકામના પાઠવી હતી..
रथ यात्रा के शुभ अवसर पर आज अहमदाबाद के जगन्नाथ मंदिर में मंगला आरती में भाग लिया व पूजा-अर्चना की।
भगवान जगन्नाथ सब पर अपनी कृपा बनाये रखें। जय जगन्नाथ pic.twitter.com/gs0qAum8Nt— Amit Shah (@AmitShah) July 14, 2018
અમદાવાદને હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે ત્યારે આ વખતેની રથયાત્રાને પણ હેરિટેજ રથયાત્રા જાહેર કરાઈ છે અને તેની પ્રતિકૃતિ પણ રથયાત્રામાં રજૂ કરાઈ છે…
