Not Set/ રથયાત્રા live: અમી છાંટણા વચ્ચે ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત

અમદાવાદમાં 141મી રથયાત્રાએ  ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેનો રંગ પણ જામતો જાય છે. હાલ ભાગવાની નગરયાત્રા રાયપુર ખાડિયા પહોંચ્યા છે, જ્યાં ભક્તોએ ભાગવાનને ફૂલો અને જય રણછોડ…માખણચોરના નાદ સાથે વધાવ્યા છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદમાં 141મી રથયાત્રાએ  ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેનો રંગ પણ જામતો જાય છે. હાલ ભાગવાની નગરયાત્રા રાયપુર ખાડિયા પહોંચ્યા છે, જ્યાં ભક્તોએ ભાગવાનને ફૂલો અને જય રણછોડ…માખણચોરના નાદ સાથે વધાવ્યા છે.

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. બપોરે સરસપુર મામાના ઘરે પભગવાન જગન્નાથ સહિત રથ સરસપુર પહોંચ્યા હતાં.

વરસતા વરસાદ વચ્ચે પણ ભગવાનના દર્શન માટે લોકોમાં હરખની હેલી, હૈયે હેયું દળાયું એટલી ભીડ જોવા મળી રહી છે. સરસપુરમાં દોઢ કલાક સુધી વિશ્રામ કર્યો હતો.

રથયાત્રા પર થતો વરસાદ શુકનવંતો માનવામાં આવે છે, વર્ષ સારૂ રહે છે.એવી માન્યતા છેવરસી રહેલા વરસાદ વચ્ચે પણ મોસાળ
સરસપુરમાં જગતના નાથનું ભાવભીનું સ્વાગતસપુરવાસીઓએ કર્યુ હતું.ગજરાજની સવારી ભગવાનની મોસાળમાં આવી પહોંચી ત્યારે ભારે ઉત્સુક્તા જોવા મળી હતી..

https://api.mantavyanews.in/rathyatra-in-jaggannath/

  • અષાડી બીજના પવિત્ર દિવસે વરસાદ વિશે એવું કહેવાય છે કે અષાડી બીજ કોરી ન જાય. એવી જ રીતે આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે રથયાત્રા પર અમી છાંટણા થયા છે. અમદાવાદમાં અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે.
  • https://api.mantavyanews.in/rathyatra-in-ahmedabad/

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનને લઈને તમામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે રથયાત્રા દરમિયાન જુદા જુદા અખાડાના લોકો શ્રદ્ધાળુઓને ભારે પ્રભાવિત થયા હતા.

અખાડામાં  બાળકોથી લઇને યુવાનો પણ  જોડાયા હતા.અખાડામાં લાકડી, બરંડી, ફરસી, ભાલાથી લોકો પોતાના કરતબો કરતા જોવા મળ્યા હતા.અખાડાઓ અને કલા-કૌશલ્યના અનોખા કરતબો બતાવી  શ્રધ્ધાળુઓ અને  નાગરિકોને ગજબનું આકર્ષણ જમાવ્યું હતું.

તો રથયાત્રા ધીમે ધીમે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પહોંચી હતી. જ્યાં મંદિરના મહંત દિલીપદાસજી સહિત મંદિરના અન્ય સંતો તેમજ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને અન્ય સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું. તો મહાનગર પાલિકા તરફથી મંદિરના મહંતને સીદી સૈયદની જાળીનું ચીહ્ન પણ અર્પણ કરવામાં આવ્યું. આ દરમિયાન મહાનગર પાલિકાના મેયર બીજલ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

https://api.mantavyanews.in/rathayatra-in-vadodara-vaghodiya/

તો રથયાત્રામાં જોડાયેલી ટ્રકો લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. કેટલીક ટ્રકોમાં ગુલાબી ફૂલની ઝાંખી, કેટલીક ટ્રકોમાં ફૂલોથી બનાવામાં આવેલા પક્ષીઓ , તો રેટિયો કાંતતા ગાંધીજી , બાબા રામદેવ પીર, દુંદાળા દેવ ગણપતિ તેમજ કૃષ્ણ અને શ્રીનાથજી જેવી અનેક ઝાંખીઓ રજૂ કરવામાં આવી છે…ટ્રકોમાંથી દર્શન કરવા આવતા લોકોને ટ્રકમાંથી પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે..અને ઠેર ઠેર હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે..

https://api.mantavyanews.in/rajkot-jagannath-rathyatra/

ઇતિહાસમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીને સોનાના મુગટ અર્પણ કરવામાં આવ્યા છે. મેઘમણી ગ્રૂપના રમેશભાઈ પટેલ દ્વારા જગન્નાથજીને સાડા 9 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજીના મુગટ બનાવવામાં આવેલા છે.

https://api.mantavyanews.in/athyatra-live-updates-ahmedabad-141-th-rathyatra-lord-jaggannath/

રથયાત્રા નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા અને તેમણે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી હતી. પોણા સાત વાગ્યા આસપાસ વિજય રૂપાણી મંદિર ખાતે પહોંચ્યા અને સોનાની સાવરણી લઈને તેમણે રથયાત્રાની આગળ સફાઈ કરી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ પ્રસંગે તેમની સાથે રહ્યા હતા અને ત્યાર બાદ રથયાત્રાની શરૂઆત થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ લોકોને રથયાત્રા અને અષાઢી બીજની શુભકામના પાઠવી હતી..