Not Set/ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે 20 કલાક સુધી મોડલ યુવતીને બંધક બનાવી

ભોપાલ મધ્ય પ્રદેશના ભોપાલમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એક મોડલને તેના જ ઘરમાં બંધક બનાવી દીધી.આ પ્રેમીએ જાત જાતની ધમકીઓ આપીને ભોપાલ પોલીસની ઊંઘ ખરાબ કરી નાખી હતી. ભોપાલના મિસરોધ સ્થિત એક એપાર્ટમેન્ટના પાંચમા માળે અલીગઢના રોહિત કુમાર સિંહ નામના યુવકે એક યુવતીને બંધક બનાવી લીધી હતી. We have rescued the girl, her condition […]

India Trending

ભોપાલ

મધ્ય પ્રદેશના ભોપાલમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એક મોડલને તેના જ ઘરમાં બંધક બનાવી દીધી.આ પ્રેમીએ જાત જાતની ધમકીઓ આપીને ભોપાલ પોલીસની ઊંઘ ખરાબ કરી નાખી હતી.

ભોપાલના મિસરોધ સ્થિત એક એપાર્ટમેન્ટના પાંચમા માળે અલીગઢના રોહિત કુમાર સિંહ નામના યુવકે એક યુવતીને બંધક બનાવી લીધી હતી.

પોલીસે દખલ દેવાની કોશિશ કરી તો તેણે ધમકી આપી હતી. આ દરમિયાન પોલીસે જોયું તો યુવતી લોહીથી લથપથ હતી.

પોલીસના જણાવ્યા મુજબ આ મામલો એક તરફી પ્રેમનો હતો.આરોપીએ પીડિતાને પાંચમા માળે તેના જ ફ્લેટમાં કેદ કરી દીધી હતી. પોલીસે રેસ્ક્યુ ઑપરેશનમાં ક્રેઇનની પણ મદદ લીધી હતી. યુવકે ધમકી આપ્યા બાદ પોલીસે એક બાલટી દ્વારા જરૂરી સામગ્રી પહોંચાડી હતી. યુવક પોતાને કાસ્ટિંગ આસિસ્ટન્ટ ડિરેક્ટર કહે છે. આ યુવકને વીડિયો કૉલ દ્વારા મીડિયા સાથે વાત કરી કહ્યું હતું કે, તે ગુરુવારે રાતે સાડા અગિયાર વાગ્યાથી ફ્લેટમાં છે. પરિવાર કહે છે કે, તે સાંજે સાત વાગ્યે રૂમમાં ઘૂસ્યો હતો.

જોકે 20 કલાકની ભારે જહેમત બાદ પોલીસ મોડલને આ વિકૃત પ્રકારના યુવકની ચુંગાલમાંથી બચાવવામાં સફળ રહી છે. જ્યારે યુવતીને બંધક બનાવનારા યુવકની પોલીસે ધરપકડ કરી તેને પણ મેડિકલ તપાસ માટે મોકલ્યો છે.