દિલ્હી.
14, July 2018.
એક તરફ દેશની રાજધાની દિલ્હીમાં બળાત્કારની ઘટનાઓ ઘટવાનું નામ નથી લઇ રહી. એવા કિસ્સામાં ગત શનિવાર 14 જુલાઈના રોજ દિલ્હીની સાકેત અદાલતમાં મહિલા વકીલ સાથે બળાત્કારનો કેસ ચડ્યો છે.
મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે શનિવારની રાત્રે એક 32 વર્ષીય મહિલા વકીલ પર કોર્ટમાં બળાત્કારની થવાની ઘટના છે. આપણે જણાવી દઈએ કે દેશનું ન્યાય મંદિર કહેવાતા કોર્ટમાં બળાત્કારની ઘટના ઘટી એ ખુબ શરમજનક બાબત કહેવાય, કારણ કે આ ઘટના દેશ સાથે ઘટી અતિશયોક્તિ ના કહેવય.
એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારના રોજ કાર્યવાહીના સંબંધમાં વકીલ પી.કે.લાલને મહિલાને મળવા તેના ચેમ્બરમાં ગયા હતા. તે જ સમયે વકીલ પી.કે.લાલ દ્વારા આવું નિંદાજનક કૃત્ય આચરવામાં આવ્યું હતું. ઘટના બાદ આ બળાત્કારની બાબત શનિવારની
મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. આવી માહિતી મળતાની સાથે જ પોલીસ સતર્ક થઇ ગઈ હતી અને આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
#Delhi: A man has been arrested for allegedly raping a girl in Saket Court's lawyers' chambers yesterday
— ANI (@ANI) July 15, 2018
જયારે વાત કરવામાં આવે તો રવિવારે સવારે દિલ્હી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આજ રવિવાર 15 જુલાઈના રોજ આરોપી પી.કે.લાલને કોર્ટમાં હાજર કરવામાં આવશે.
