Not Set/ સેના અને નક્સલીઓ વચ્ચે થઇ અથડામણ, 3 મહિલા સહિત 7ને ઠાર

છત્તીસગઢ, છત્તીસગઢના દંતેવાડામાં સેના અને નક્સલીઓની સાથે ગુરુવારે થયેલી અથડામણમાં 3 મહિલા સહિત 7ને ઠાર કરાયા હતા. છત્તીસગઢના દંતેવાડામાં ગુરુવારે વહેલી સવારે નક્સલીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સીમા પાર નક્સલીઓ અને સીઆરપીએફની ટીમ વચ્ચે થયેલી અથડામણ થઇ હતી. આ અથડામણમાં 7 નક્સલીઓને મારવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. તેમાંથી […]

Top Stories India Trending

છત્તીસગઢ,

છત્તીસગઢના દંતેવાડામાં સેના અને નક્સલીઓની સાથે ગુરુવારે થયેલી અથડામણમાં 3 મહિલા સહિત 7ને ઠાર કરાયા હતા. છત્તીસગઢના દંતેવાડામાં ગુરુવારે વહેલી સવારે નક્સલીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી.

બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સીમા પાર નક્સલીઓ અને સીઆરપીએફની ટીમ વચ્ચે થયેલી અથડામણ થઇ હતી. આ અથડામણમાં 7 નક્સલીઓને મારવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. તેમાંથી 3 મહિલા નક્સલીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે.

અથડામણ દંતેવાડામાં તીમેનારની પહાડીઓના પાછળ ગંગાલૂર થાના વિસ્તારમાં થઇ હતી. નક્સલીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના અને નક્સલીઓ વચ્ચેની આ અથડામણ તિમેનાર પહાડીના પાછળના વિસ્તારમાં થઈ હતી. દંતેવાડા એસટીએફ અને સીઆરપીએફની સંયુક્ત કાર્યવાહીમાં આ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે.

સેનાને આ વિસ્તારમાં એક ડઝનથી વધારે નક્સલીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર પછી એસટીએફ અને સીઆરપીએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

https://twitter.com/parthrajsinhji7/status/1019807529558249473

સુરક્ષાબળ કોઈ પગલાં લે તે પહેલાં નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સેનાએ સાત નક્સલીઓને ઠાર કરી દીધા અને હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.