કેન્દ્રમાં સત્તાધારી મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારે ચર્ચા અને વોટિંગ થશે. મોદી સરકારના કાર્યકાળમાં પહેલી વખત વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું છે. દેશની સંસદના ઇતિહાસમાં અત્યાર સુધીમાં 26 વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. પરંતુ બે વાર જ આમાં વિપક્ષ સફળ થયું છે.
ભારતની સંસદમાં પહેલી વાર 1963માં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ વિરુદ્ધ જેબી કૃપલાણી અવિશ્વાસ પ્રસ્તાવ હતા. કોંગ્રેસના બીજી વાર અધ્યક્ષ ના બનાવતા જેબી કૃપલાણી પાર્ટી છોડીને કિસાન મજુર પ્રજા પાર્ટી શરુ કરી હતી. જે બાદમાં સોશિયાલિસ્ટ પાર્ટી સાથે મળીને પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી બની ગઈ હતી.
પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના તત્કાલીન સાંસદ જેબી કૃપલાણી દ્વારા નહેરુ સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં 62 વોટ અને વિરોધમાં 347 વોટ હતા.

નહેરુના નિધન બાદ લાલબહાદુર શાસ્ત્રી પ્રધાનમંત્રી બન્યા. ત્રણ વર્ષના એમના કાર્યકાળમાં વિપક્ષ દ્વારા ત્રણ વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પરંતુ વિપક્ષોને એક વાર પણ સફળતા મળી નહતી. ત્યારબાદ સત્તાની કમાન ઇન્દિરા ગાંધીના હાથમાં આવી. શાસ્ત્રીનો બચેલો કાર્યકાળ ઇન્દિરા ગાંધીએ પૂરો કર્યો. આ દરમિયાન એમની વિરુદ્ધ પણ બે વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો.

ભારતના સંસદીય ઇતિહાસમાં સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારે કરવો પડ્યો હતો. ઇન્દિરા ગાંધી વિરુદ્ધ 15 વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો પરંતુ એક પણ વાર સફળતા મળી નહતી.
વિપક્ષ દ્વારા સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો રેકોર્ડ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ જ્યોતિ બસુનાં નામે છે. એમણે એમના ચાર પ્રસ્તાવ ઇન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધમાં રાખ્યા હતા.

ભારતના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સફળતા મળી 1978માં. ઇમર્જન્સી બાદ થયેલી ચૂંટણીમાં જનતા પાર્ટીને બહુમત મળ્યો અને મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી બન્યા. મોરારજી દેસાઈ વિરુદ્ધ બે વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો.
પહેલા પ્રસ્તાવથી એમને કોઈ પરેશાની થઇ નહતી. પરંતુ 1978માં બીજી વાર લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં આપસી મતભેદના કારણે હારનો અંદાજો લગતા જ મોરારજી દેસાઈએ મત વિભાજન પહેલા જ રાજીનામુ આપી દીધું હતું.

1999માં અટલ બિહારી વાજપેયી સરકારને જયલલિતાની પાર્ટીએ સમર્થન પાછુ લઇ લેતા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વાજપેયી સરકાર એક વોટના અંતરથી હારી ગઈ હતી. એમણે મતવિભાજન પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. ત્યાર બાદ 2003માં વાજપેયી વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને એનડીએ એ આરામથી હરાવી દીધો હતો. એનડીએને 312 વોટ મળ્યા જયારે વિપક્ષને 186 વોટ જ મળી શક્ય હતા.

વર્ષ 2008માં સીપીએમ દ્વારા મનમોહન સિંહની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ અમેરિકા સાથે થયેલા પરમાણુ સમજૂતીના કારણે લાવવામાં આવ્યો હતો. જોકે થોડા વોટના અંતરથી યુપીએ સરકાર પડતા બચી ગઈ હતી.
