Not Set/ અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન ભાજપના ત્રણ સાંસદોએ કરી દગાબાજી, સરકારના સમર્થનમાં પડ્યા ૩૨૫ વોટ

નવી દિલ્હી, શુક્રવારે દિવસભર ચાલેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં મોદી સરકારની મોટી જીત થઈ છે. આ પ્રસ્તાવના વોટિંગ દરમિયાન સરકારના સમર્થનમાં ૩૨૫ વોટ પડ્યા હતા. જો કે આ મોટી જીત વચ્ચે એક ચોકાવનારી વિગત એ સામે આવી છે કે, ભાજપના ત્રણ સાંસદોએ મોદી સરકારને દગો આપ્યો છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવના […]

India Trending

નવી દિલ્હી,

શુક્રવારે દિવસભર ચાલેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં મોદી સરકારની મોટી જીત થઈ છે. આ પ્રસ્તાવના વોટિંગ દરમિયાન સરકારના સમર્થનમાં ૩૨૫ વોટ પડ્યા હતા.

જો કે આ મોટી જીત વચ્ચે એક ચોકાવનારી વિગત એ સામે આવી છે કે, ભાજપના ત્રણ સાંસદોએ મોદી સરકારને દગો આપ્યો છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવના વિરુદ્ધમાં ૩૨૫ મત પડ્યા હતા. જ્યારે સમર્થનમાં માત્ર ૧૨૬ મત પડ્યા હતા. મતદાન દરમિયાન સંસદમાં કુલ ૪૫૧ સાંસદો હાજર હતા. એટલે કે જેટલા સાંસદો હાજર હતા તેની સંખ્યા મુજબ સરકારને બે તૃતિંયાંસ બહુમતી મળી હતી.

વોટિંગના આંકડાઓના હિસાબે મોદી સરકારની આ મોટી જીત છે. જો કે ભાજપ પાસે ગૃહમાં ૩૨૮ સાંસદોનો આકંડો હતો. જેમાં ભાજપના ૨૭૧, એઆઈએડીએમકેના ૩૭, એલજેપીના ૬, અકાલી દળના ૪, જેડીયુના ૨, આરએલએસપીના ૨ અને અપના દળના ૨ સાંસદોનો સમાવેશ થયા છે.

આ ઉપરાંત રિપબ્લિકન પાર્ટી, નાગા પીપલ ફ્રન્ટ, નેશનલ પીપલ પાર્ટી, સિક્કીમ ડેમોક્રેટિક ફન્ટના ૧-૧ સાંસદોએ સરકારના પક્ષમાં મતદાન કર્યું છે. આ સ્થિતિમાં સરકારના પક્ષમાં મત આપનાર સાંસદોની સંખ્યા ૩૨૮ થવી જોઈએ, પરંતુ સરકારના પક્ષમાં ૩૨૫ સાંસદોએ જ મતદાન કર્યુ છે.

જો કે હજી સુધી કયા ત્રણ સાંસદોએ સરકારના પક્ષમાં મત આપ્યા નથી તે સામે આવ્યુ નથી. પરંતુ ભાજપ માટે આ મોટી ચિંતા ઉપજાવે તેવી વાત કહી શકાય કારણે કે આ પરથી સ્પષ્ટ થાય છે કે પાર્ટીમાં આતંરીક અંસતોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મતદાન દરમિયાન શિવસેના દ્વારા ગૃહમાંથી વોકાઉટ પણ ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતથી વિઠ્ઠલ રાદડીયા સહિત ભાજપના બે સાંસદો માંદગી સહિતાના કારણે ગૃહમાં હાજર રહ્યા ન હતા.