Not Set/ GST કાઉન્સિલ મિટિંગ : સેનેટરી નેપકિન જીએસટીમાંથી બહાર, આ વસ્તુઓ પર પણ ઘટાડવામાં આવ્યો ટેક્સ

નવી દિલ્હી, ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બાદ શનિવારે GST કાઉન્સિલની બેઠક રાજધાની દિલ્હીમાં મળી હતી. કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં દેશની મહિલાઓને રાહત આપતા સેનેટરી નેપકિનને જીએસટીના ડાયરામાંથી બહાર રાખવામાં આવ્યું છે. Sanitary napkins to be exempted from Goods & Services Tax (GST): Finance Minister […]

Top Stories India

નવી દિલ્હી,

૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બાદ શનિવારે GST કાઉન્સિલની બેઠક રાજધાની દિલ્હીમાં મળી હતી. કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં દેશની મહિલાઓને રાહત આપતા સેનેટરી નેપકિનને જીએસટીના ડાયરામાંથી બહાર રાખવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સેનેટરી નેપકિન પરઅત્યારસુધી ૧૨ ટકા ટેક્સ લાગતો હતો. પરંતુ આ મામલે છેલ્લા કેટલાક સમયથી આલોચનાઓ થઇ રહી હતી અને મહિલા સંગઠનો દ્વારા પણ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરાઈ હતી.

વાસ પર હવે લાગશે ૧૨ ટકા GST

GST કાઉન્સિલની બેઠકમાં શામેલ થયેલા મહારાષ્ટ્રના નાણા મંત્રી સુધીર મુનગંટીવાએ જણાવ્યું, “વાસને ૧૨ ટકાના જીએસટી સ્લેબમાં રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓએ દાવો કર્યો છે કે, ખાંડ પર લાગનારા સેસ અંગે આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

આ વસ્તુઓ પર લોકોને મળશે રાહત

જયારે ટીવી, ફ્રીજ, વોસિંગ મશીન જેવી મુખ્ય આઈટમો પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે.

GST કાઉન્સિલની બેઠકમાં સેનેટરી નેપકિન ઉપરાંત સ્ટોન, માર્બલ, રાખડી, સાલના પાંદડા જેવી વસ્તુઓ પર ટેક્સ લાગશે નહિ.

આ ઉપરાંત ૧૦૦૦ રૂપિયા સુધીના ફ્રુટવેર પર હવે ૫ ટકા ટેક્સ લાગશે, જો કે આ પહેલા રાશિ ૫૦૦ રૂપિયા હતી.

ટીવી, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, વીડિયો ગેમ્સ લિથિયમ આયન બેટરી, વેક્યુમ ક્લીનર, ફ્રુડ ગ્રાઈન્ડર, મિક્સર, સ્ટોરેજ વોટર હીટર, ડ્રાયર, પેન્ટ, વોટર કૂલર, મિલ્ક કૂલર, આઈસક્રી કુલર્સ, પરફ્યુમ, ટોઇલેટ સ્પ્રેને ૨૮ ટકાના સ્લેબમાંથી હટાવીને ૧૮ ટકાના સ્લેબમાં લાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત હેન્ડબેગ્સ, જવેલરી બોક્સ, પેન્ટિંગ માટે લાકડીના બોક્સ, આર્ટવેયર માટેના ગ્લાસ, હાથથી બનેલા લેમ્પ પર ટેક્સ ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવ્યા છે.

GST કાઉન્સિલની બેઠકમાં નાના વેપારીઓને રાહત આપતા ૫ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા ટ્રેડર્સને દરેક મહિને જીએસટી જમા કરાવવું પડશે, પરંતુ તેઓને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાની જરૂરત રહેશે નહિ.

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની ગેરહાજરીમાં આ મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા પિયુષ ગોયલની અધ્યક્ષતામાં આ પહેલી બેઠક છે.

અત્યારસુધીમાં પ્રાપ્ત થયેલા જીએસટીના કલેકશનની વાત કરવામાં આવે તો, વર્ષ ૨૦૧૭-૧૮માં જીએસટી દ્વારા સરકારને ૭.૪૧ લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. જયારે આ વર્ષે એપ્રિલ મહિનામાં આ કલેક્શન રેકોર્ડ ૧.૦૩ લાખ કરોડ રૂપિયા સુધી પહોચ્યું હતું, પરંતુ આ આંકડો મેમાં ઘટીને ૯૪,૦૧૬ કરોડ રૂપિયા અને જુનમાં ૯૫,૫૧૦ કરોડ રૂપિયા આવ્યા હતા.

મહત્વનું છે કે, આ પહેલા નવેમ્બર, ૨૦૧૭માં મળેલી બેઠકમાં ૨૧૩ ચીજવસ્તુઓને GSTના સૌથી વધુ ૨૮ ટકાના સ્લેબમાં કાઢીને ૧૮ %ના સ્લેબમાં રાખવામાં આવ્યું હતું, તેમજ ૫ %ના ડાયરામાં શામેલ ૬ વસ્તુઓ પર ટેક્સ ખત્મ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાન્યુઆરી, ૨૦૧૮માં ૫૪ સેવાઓ અને ૨૯ વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો હતો.