Not Set/ “હમ્પટી શર્મા કી દુલ્હનિયા”ના જાણીતા એક્ટર સિદ્ધાર્થ સામે મુંબઈમાં નોધાઇ FIR, જુઓ વીડીયો

 મુંબઈ ફિલ્મ “હમ્પટી શર્મા કી દુલ્હનિયા”માં જોવા મળેલા સિદ્ધાર્થ શુક્લા સામે મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કલમ IPC 279 અને IPC 337ના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સિદ્ધાર્થ ઓશિવરાની શ્રીજી હોટલના પાસેથી તેમની BMWમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડીથી ઈનોવા ગાડીને ટક્કર મારી હતી અને આ જ સમયે ત્યાંથી જઈ રહેલા૦` અન્ય બે વાહનોને પણ નુકસાન થયું. આ અથડામણ […]

Trending Entertainment Videos

 મુંબઈ

ફિલ્મ “હમ્પટી શર્મા કી દુલ્હનિયા”માં જોવા મળેલા સિદ્ધાર્થ શુક્લા સામે મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કલમ IPC 279 અને IPC 337ના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સિદ્ધાર્થ ઓશિવરાની શ્રીજી હોટલના પાસેથી તેમની BMWમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડીથી ઈનોવા ગાડીને ટક્કર મારી હતી અને આ જ સમયે ત્યાંથી જઈ રહેલા૦` અન્ય બે વાહનોને પણ નુકસાન થયું. આ અથડામણ પછી સિદ્ધાર્થની કાર પણ ડિવીડર સાથે અથડાઈ હતી.

મહત્વનું છે કે, સિદ્ધાર્થની કાર દ્વારા થયેલી ટક્કરથી અન્ય ગાળિયોમાં બેઠેલા વ્યક્તિઓને કોઈ પણ પ્રકારથી ગંભીર ઈજા થઇ ન હતી. આ અકસ્માતમાં સિદ્ધાર્થને પણ આબાદ બચાવ્યો હતો. જો કે, એક ઓટો ડ્રાઈવર રાજકુમાર દુબે ત્યાંથી નજીકથી પસાર થઈ રહ્યા હતા, તેને કેટલીક ઇજા થઈ છે. તમામ પીડિતોને ગોરેગામની હોસ્પિટલમાં સિદ્ધાર્થ લઈ ગયા હતા. પાછળથી સિદ્ધાર્થને તબીબી પરીક્ષણો માટે પણ લેવામાં આવ્યો હતો, જેમના અહેવાલો હજુ સુધી આવ્યાં નથી.

https://instagram.com/p/BlgI6D7gGUx/?utm_source=ig_embed

અત્રે ઉલ્લેખનિય છે કે, સિદ્ધાર્થ ”દિલ સે દિલ તક”, “લવ યુ ઝિંદગી”, “આહટ”, “જાને પહચાને સે યે અજનાબી” જેવી ટીવી સિરિયલમાં જોવા મળી ચુક્યો છે.

આ ઉપરાંત તે રિયાલિટી શોનો પણ જાણીતો ચહેરો છે. સિદ્ધાર્થ બિગ બોસખતરો કે ખિલાડી, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, કોમેડી ક્લાસ, સાવધાન ઇન્ડિયા વગેરેમાં જોવા મળ્યો છે.

https://instagram.com/p/BlgLeg6Au-k/?utm_source=ig_embed

આપને જાણવી દઈએ કે, આ કેસ થોડા દિવસો પહેલાં એક પાર્ટીમાં શરૂ થયો હતો. આ પાર્ટીમાં એક્ટર્સ કુણાલ વર્મા, રશ્મી દેસાઇ અને જાસ્મીન ભીસીન પણ હાજર હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાર્ટી દરમિયાન, દારૂના નશામાં સિદ્ધાર્થે કુણાલ સાથે ઘણો અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે કુણાલે તેમને કહ્યું હતું કે તેઓ યોગ્ય નથી કરી રહ્યા, ત્યારે પણ સિદ્ધાર્થ તેમના પર મોટા અવાજે રાડો પાડી રહ્યા હતા.