Not Set/ પાર્કિંગ ચાર્જ ગેરકાયદેસર હોવાથી મેગા મૉલ્સને ફટકારાઇ નોટિસ, નહિ વસૂલી શકે ચાર્જ

અમદાવાદ 22 જુલાઈ 2018. એક તરફ શહેરમાં વાહન પાર્કિંગ માટેના વિકલ્પ ઓછા છે. જેને કારણે શહેરમાં વાહનોના પાર્કીંગની સમસ્યા સર્જાઈ છે. જેનો લાભ મોલ માલિકો લઈ રહ્યા છે. મોલમાં થતા પાર્કિંગનો બેફામ ચાર્જ ઉઘરાવવામાં આવે છે,જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે મોલ સામે લાલ આંખ કરી છે અને બે મોલ માલિકોને નોટિસ ફટકારી છે. અમદાવાદ શહેરના […]

Ahmedabad Top Stories Gujarat

અમદાવાદ
22 જુલાઈ 2018.

એક તરફ શહેરમાં વાહન પાર્કિંગ માટેના વિકલ્પ ઓછા છે. જેને કારણે શહેરમાં વાહનોના પાર્કીંગની સમસ્યા સર્જાઈ છે. જેનો લાભ મોલ માલિકો લઈ રહ્યા છે. મોલમાં થતા પાર્કિંગનો બેફામ ચાર્જ ઉઘરાવવામાં આવે છે,જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે મોલ સામે લાલ આંખ કરી છે અને બે મોલ માલિકોને નોટિસ ફટકારી છે.

અમદાવાદ શહેરના હાઈરાઈઝ મોલ. જ્યાં પાર્કિંગની આડમાં લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. ત્યારે મેગા મોલ દ્વારા ઉઘરાવવામાં આવતા પૈસા ગેરકાયદે હોવાનું ટ્રાફિક પોલીસ જણાવી રહી છે, અને એટલા માટે જ અમદાવાદના જાણીતા અમદાવાદ વન મોલ અને હિમાલયા મોલમાં કાર પાર્કિંગના 20 રૂપિયા અને બાઇક પાર્કિંગના 10 રૂપિયા ઉઘરાવવામાં આવે છે તે ગેરકાયદેસર હોવાનું પોલીસે જણાવ્યું છે અને પાર્કિંગના પૈસા ન ઉઘરાવવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા બન્ને મોલને નોટિસ પાઠવવામાં આવી છે.

મહત્વનું છે કે શોપિંગ મોલમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આવતા જતા હોય છે અને તેમની પાસેથી પાર્કિંગના નામે રૂપિયા ઉઘરાવીને મોલ માલિકો આંધળી કમાણી કરી રહ્યા છે. જે બાબતથી જનતા પણ પરેશાન થઈ ગઈ છે.

શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગ અને મોલમાં પાર્કિંગ ફરજીયાત રાખવાનો કોર્પોરેશન દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં અમદાવાદમાં કેટલીયે જગ્યાઓ એવી છે જ્યાં હાઈરાઈઝ અને કોમર્શિયલ સેન્ટર તો છે પણ પાર્કિંગ માટેની વ્યવસ્થા નામે માત્ર નકશા પર દર્શાવેલી આકૃતિ જ છે અને એ જ સૌથી મોટું કારણ છે શહેરની વધતી જતી પાર્કિંગની અને ટ્રાફિકની સમસ્યાનું.

બીજી તરફ ત્યારે હાઇરાઇઝ મોલમાં પાર્કિંગની સુવિધા તો છે પરંતુ આ પાર્કિંગ માટે મોલ માલિકો દ્વારા નક્કી કરાયેલી ફી ચૂકવવી પડે છે. ખરીદી માટે આવતા અને મોલની મુલાકાતે આવતા લોકોને વાહન પાર્ક કરવા માટે ફરજિયાત રૂપિયા ચુકવવા પડે છે. આ બાબત અમદાવાદ ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આવતા અમદાવાદ ટ્રાફિક વિભાગે મોલ માલિકોને નોટિસ ફટકારી છે. ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે મોલ દ્વારા લેવામાં આવતા પાર્કિંગ ના પૈસા ગેરવ્યાજબી છે અને જો મોલ માલિકો પાસે પાર્કિંગના પૈસા લેવાના પુરાવા કે અધિકાર હોય તો તેને થોડા દિવસોમાં ટ્રાફિક પોલીસે અધિકારી સમક્ષ રજૂ કરે.

નામદાર હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસે મોલ માલિકોને નોટિસ તો ફટકારી પરંતુ અહીં સવાલ એ છે કે ટ્રાફિક પોલીસની નોટિસનો મોલના માલિકો પાલન કરશે ખરા? કે પછી પોતાની મનમાની ચાલુ રાખશે. જો ટ્રાફિક પોલીસની નોટિસ બાદ મોલના માલિકો પાર્કિંગ ફ્રી કરી દે તો વાહનચાલકો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર હશે.