Not Set/ એક્ટ્રેસ માહિ ગિલ: સલમાન ખાન સાથે કામ કરવાથી મારું કરિયર થયું ખરાબ

મુંબઈ સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવું દરેક એક્ટરની ઈચ્છા હોય છે.સલમાને પણ અનેક નવા કલાકારોને તક આપી છે, એટલુંજ નહીં પણ જે કલાકારોનો કોઈ ભાવ પણ ના પૂછતું હોય તેને પણ સલમાને પોતાની ફિલ્મમાં પ્લેટફોર્મ આપ્યું છે. જોકે બધા કલાકારો એવા નથી જે સલમાન સાથે કામ કરીને ખુશ થયાં હોય. એક અદાકારાને દબંગ ખાન […]

Trending Entertainment

મુંબઈ

સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવું દરેક એક્ટરની ઈચ્છા હોય છે.સલમાને પણ અનેક નવા કલાકારોને તક આપી છે, એટલુંજ નહીં પણ જે કલાકારોનો કોઈ ભાવ પણ ના પૂછતું હોય તેને પણ સલમાને પોતાની ફિલ્મમાં પ્લેટફોર્મ આપ્યું છે.

જોકે બધા કલાકારો એવા નથી જે સલમાન સાથે કામ કરીને ખુશ થયાં હોય. એક અદાકારાને દબંગ ખાન સાથે કામ કરવાનો પછતાવો થઇ રહ્યો છે. માત્ર આટલું જ નહી તેણે ખુલ્લેઆમ આ વાત કહી નાંખી કે, સલમાન ખાનની ફિલ્મમાં કામ કરવાથી તેનું કરિયર ખરાબ થઇ ગયું.

અભિનેત્રી માહિ ગિલનું કહેવું છે કે, સલમાન ખાનની ફિલ્મ દબંગમા કામ કરવું તેણી ભૂલ હતી. તેણે કહ્યું,’ફિલ્મ દેવ ડી બાદ મારા ખુબ જ વખાણ થયા, પુરસ્કાર પણ મળ્યા. પરંતુ ફિલ્મ દબંગમાં કામ કરવા બાદ વસ્તુઓ ઉંધી થઇ ગઇ. નિર્માતાઓ મને નાના રોલ ઓફર કરવા લાગ્યા.’ જોકે અભિનેત્રીએ પોતાની વાતને સંભાળતા કહ્યું કે, તે નસિબ પર વિશ્વાસ રાખે છે અને તેની સાથે જે થયુ તે થવાનું જ હતું

માહિએ  કહ્યું કે  તે સમયે મારૂ કરિયર અટકી ગયુ હતું.હું  તિગ્માંશૂ ધૂલિયાની આભારી છુ કે તેમણે મને સાહેબ બીવી ઔર ગેંગસ્ટર સીરીઝ ઓફર કરી.’ એક્ટ્રેસે કહ્યું કે, તે દબંગ-2માં કામ કરવા ઇચ્છતી નથી. પરંતુ અરબાઝ ખાનના કહેવા પર તેણે ફિલ્મમાં કામ કર્યું. જોકે દબંગ-3 માટે તેને એપ્રોચ કરવામાં આવી નથી.