Ajab Gajab News: લખનૌ રેલ મંડળ માં પાઇલ્સ સર્જરી પછી આરામ માટે રજા ન મળવાથી ધૂંધવાયેલા એક ‘લોકો પાયલટે’ (Loco Pilot) પોતાના વરિષ્ઠ અધિકારીને પાઇલ્સ ઓપરેશન (Piles Operation)ના ઘા દેખાડ્યા! ભારતીય રેલવેમાં ટ્રેન ચલાવતા ડ્રાઇવરને લોકો પાયલટ (Loco Pilot) કહે છે, જે એન્જીન એટલે કે લોકોમોટિવ ને કંટ્રોલ કરે છે.
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, ‘લોકો સ્ટાફ યૂનિયન’ દ્વારા આને અમાનવીય વ્યવહાર કરાર આપીને જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહીની માગણી કરી છે. ‘ઑલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોશિએશન’ (AILRSA) દ્વારા કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
‘લોકો પાયલટે’ (Loco Pilot)ને પાઈલ્સ સર્જરી પછી રજા ન મળી
લખનૌ રેલ મંડળ માં એક લોકો પાયલટને સર્જરી બાદ પણ સિક લીવ (Sick Leave) ન મળવાની એક ઘટના સામે આવી છે. એવો આરોપ છે કે, રજાના ઇન્કારથી ત્રસ્ત થયેલા લોકો પાયલટ રાજેશ મીનાએ પોતાના વરિષ્ઠ અધિકારીની સામે પોતાનું પેન્ટ (Pants) ઉતારીને ઓપરેશનના ઘા (Wounds) દેખાડ્યા જેથી એ પોતાની હકીકત સાબિત કરી શકે! આ ઘટનાનો વીડિયો રેલવે કર્મચારીઓના Whats App Group માં વાયરલ થઇ ગયો જે પછી કર્મચારી સંગઠનોએ એને અમાનવીય વ્યવહાર (Inhuman Treatment) ઠેરવ્યો છે.

ઉપરી અધિકારી સામે કપડા ઉતાર્યા
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ‘ઑલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોશિએશન’ ના લીડર્સના જણાવ્યું હતુ કે, અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના રાજેશ મીનાએ 22 ફેબ્રુઆરીએ લખનૌમાં પાઈલ્સ સર્જરી કરાવી હતી. એને 22 થી 28 ફેબ્રુઆરી સુધી રજા આપવામાં આવી હતી પરંતુ, ઘા પૂરી રીતે ભરાયા ન હોવાને કારણે એમણે નિર્ધારિત પ્રક્રિયા અંતર્ગત, રેલવે હેલ્થ યૂનિટ પાસે અવકાશ (રજા) વધારવાની માગણી કરી હતી. યૂનિયનના કહેવા મુજબ, ડૉક્ટરે તપાસ બાદ રજા વધારવાની આવશ્યકતા જણાતા વરિષ્ઠ અધિકારીઓ પાસેથી ‘સિક મેમો’ (Sick Memo) લાવવાનું જણાવ્યું હતુ.
રાજેશ મીનાએ પહેલા ક્રૂ કંટ્રોલર (Crew Controller) અને પછી ચીફ ક્રૂ કંટ્રોલર રતન કુમારનો સંપર્ક કર્યો. યૂનિયન નો આરોપ છે કે, મીનાએ પોતાના મેડિકલ દસ્તાવેજ, લૈબ રિપોર્ટ અને ડ્રેસિંગ પણ બતાવ્યું પણ એમને રજા આપવામાં ન આવી! આખરે મજબૂરીવશ એમણે ઘા દેખાડવા માટે કપડા ઉતારી દીધા…પછીથી એક યૂનિયન લીડરના હસ્તક્ષેપ બાદ આરામ માટે એની રજા મંજૂર થઇ હતી.
યૂનિયને કાર્યવાહી કરવાની માગ કરી
AILRSA ના મહાસચિવ કે સી જેમ્સનું કહેવું છે કે, આ અત્યંત શરમજનક છે કે, એક લોકો પાયલટ ને મેડિકલ લીવ (Medical Leave) માટે આ હદ સુધી જવું પડ્યું! એમણે રેલવે પ્રશાસન (Railway Administration)ના સંબંધિત અધિકારી વિરુદ્ધ સખત કાર્યવાહીની માગણી કરી છે.
ઉત્તરીય રેલવે (Northern Railway) ના લખનૌ મંડલ (Lucknow Mandal)ના ડિવિઝનલ રેલવે મેનેજરનો સંપર્ક કરતા, એમણે હાલ પૂરતી કોઇ પ્રતિક્રિયા આપી નથી.
આ ઘટના સામે આવ્યા પછી રેલવે કર્મચારીઓમાં આક્રોશ વ્યાપેલો છે અને પ્રશાસન પાસે જવાબદારી નિર્ધારિત કરવાની માગણીઓ ઉઠી રહી છે.
આ પણ વાંચો: રડવાના અને ઊંઘવાના પણ મળે છે લાખો રૂપિયા! દુનિયાની આ 5 અજીબોગરીબ નોકરીઓ વિશે જાણીને તમારું માથું ભમી જશે
આ પણ વાંચો: ક્યાંક પત્નીનો જન્મદિવસ ભૂલવો છે ગુનો, તો ક્યાંક બાળક પેદા કરવા પર છે મનાઈ! દુનિયાના અજીબોગરીબ કાયદા
આ પણ વાંચો: ક્યાંક કમર જોઈને મળે છે નોકરી, તો ક્યાંક એક્સ્ટ્રા કામ કરવું છે ગુનો! જાણો દુનિયાના અજીબોગરીબ જોબ રૂલ્સ
