Dharm & Bhakti: સામાન્ય રીતે, દરેક વ્યક્તિના મનમાં પોતાનું ભવિષ્ય જાણવાની, ખાસ કરીને લવ લાઇફ અને દાંપત્ય જીવન અંગે જાણવાની ઉત્સુકતા હોય જ છે! હસ્તરેખા શાસ્ત્ર (Palmistry)માં આ તમામ પ્રશ્નોના ઉત્તર આપવામાં આવેલા છે, મોટા ભાગે જે લોકો અવિવાહિત હોય એ વિચારે છે કે, એમનું લગ્ન ક્યારે થશે એરેન્જ મેરેજ અથવા તો લવ મેરેજ (Love Marriage or Arrange Marriage) થશે તો એ સફળ રહેશે કે કેમ?

હસ્તરેખા શાસ્ત્ર (Palmistry) અનુસાર લવ મેરેજ કે એરેન્જ મેરેજ?
હસ્તરેખા શાસ્ત્રમાં આ તમામ પ્રશ્નોના ઉત્તર આપવામાં આવેલા છે અને ખાસ કરીને, આપણી હથેળીની રેખાઓ, પર્વત અને વિશેષ ચિન્હ પરથી લવ લાઇફ કે લગ્નજીવન સફળ રહેશે કે કેમ એ અંગે જાણી શકાય છે. દરેક વ્યક્તિના મનમાં પોતાનું ભવિષ્ય જાણવાની, ખાસ કરીને લવ લાઇફ અને દાંપત્ય જીવન અંગે જાણવાની ઉત્સુકતા હોય જ છે! લગ્ન કરતા પહેલા ઘણા લોકોને એ વાતની ચિંતા હોય છે કે શું લગ્ન થશે ખરાં…અને થશે તો એ ટકશે ખરાં?

ચાહે પ્રેમવિવાહ હોય કે સામાજીક રીતે ગોઠવાયેલા વિવાહ હોય….બંનેમાં એક ભાવિ રહસ્ય (Future Prediction) છુપાયેલું જ હોય છે જેને તમે સરળતાથી હથેળીમાં કેટલીક રેખાઓ જોઇને આ તમામ બાબતોને સ્વયં જાણી શકશો. તો ચાલો જાણીએ કે હથેળીની કઇ-કઇ રેખાઓ લવ કે એરેન્જ મેરેજ માટે જવાબદાર છે?

હથેળીમાં લગ્ન રેખાનું સ્થાન
હસ્તરેખા વિજ્ઞાન અનુસાર, લગ્ન રેખા કે હૃદયરેખા વ્યક્તિની સૌથી નાની આંગળી અર્થાત્ કનિષ્ઠાની બરાબર નીચે અને હૃદયરેખા (Heartline)ની ઉપરની તરફ સ્થિત હોય છે. આ રેખા હાથના બહારની કિનારીથી પ્રારંભ થઇને બુધ પર્વત (Budh Parvat)ની તરફ અગ્રેસર થાય છે. આ રેખાનું ઉંડાણ અને લંબાઈથી એ વાતની જાણ થાય છે કે વ્યક્તિનું લગ્નજીવન (Marriage Life) કેવું રહેશે?

કેવી રીતે જાણશો કે લવ મેરેજ કે એરેન્જ મેરેજ?
હસ્તરેખા શાસ્ત્ર મુજબ, જો તમારી હૃદયરેખા પર ચોરસનું નિશાન હોય તો એ લવ મેરેજના પ્રબલ યોગ દર્શાવે છે. આ સાથે જ જો બંને હથેળીઓને જોડતા આ રેખાઓનો ‘વી’ જેવો આકાર (V Shape) થાય તો પ્રેમ સંબંધમાં આવતી અડચણો દૂર કરીને લગ્નને સફળ બનાવે છે.
આ ઉપરાંત, હથેળીમાં અંગૂઠાની નીચેના ભાગને શુક્ર પર્વત (Shukra Parvat) કહે છે. એ ઉપસેલો અને સાફ હોય, એટલે કે ઘણી બધી રેખાઓ એની પર ન હોય તો વ્યક્તિના જીવનમાં પ્રેમની માત્રા અધિક હોય છે અને લવ મેરેજની સંભાવનાઓ વધી જાય છે.
જો લગ્નરેખા તૂટેલી અથવા ઘણી આછી હોય તો એ લગ્ન પહેલા સંબંધોમાં જોડાવાની, ઉતાર ચડાવ વાળી સ્થિતિ અથવા તો બ્રેક અપ (Breakup)ના સંકેતો પણ હોઇ શકે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: હસ્તરેખાઓ તમારા વિશે શું કહે છે? ભાગ્યરેખાઓ પરથી નક્કી થાય છે તમારૂં જીવન!
આ પણ વાંચો: જીવનસાથી કેવો હશે? કેવી રહેશે લવ અને લગ્ન લાઇફ? હથેળીમાં શુક્ર પર્વત પરથી જાણો…
આ પણ વાંચો: હથેળીમાં આ નિશાન અને રેખાઓ છે…તો તમે છો અત્યંત ભાગ્યશાળી…મળશે યશ અને પ્રતિષ્ઠા..!
