Not Set/ ૬ સપ્ટેમ્બરથી શરુ થશે JioPhone 2નો વધુ એક સેલ, મળશે ખાસ ફિચર્સ

નવી દિલ્હી, દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો દ્વારા JioPhone 2ના સેલની આગળની તારીખનું એલાન કરવામાં આવ્યું છે. ૬ સપ્ટેમ્બરના રોજથી JioPhone 2ના ત્રીજા સેલની શરૂઆત થશે. આ પહેલા આ ફોનની પ્રથમ અને બીજી સેલ વચ્ચે ૧૫ દિવસનો તફાવત હતો, પરંતુ ત્રીજો સેલ બીજા સેલ સમાપ્ત થયાના એક સપ્તાહમાં જ શરુ થયો છે. જો કે […]

Trending Tech & Auto

નવી દિલ્હી,

દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો દ્વારા JioPhone 2ના સેલની આગળની તારીખનું એલાન કરવામાં આવ્યું છે. ૬ સપ્ટેમ્બરના રોજથી JioPhone 2ના ત્રીજા સેલની શરૂઆત થશે.

આ પહેલા આ ફોનની પ્રથમ અને બીજી સેલ વચ્ચે ૧૫ દિવસનો તફાવત હતો, પરંતુ ત્રીજો સેલ બીજા સેલ સમાપ્ત થયાના એક સપ્તાહમાં જ શરુ થયો છે.

જો કે જિયોનો આ ફોનને ગ્રાહકો માત્ર કંપનીની વેબસાઈટ પરથી જ ખરીદી શકે છે. જિયોની વેબસાઈટ પર આ ફોનની કિંમત ૨,૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે.

one more cell of JioPhone 2 will be start from 6 September

જિયોનો આ સેલ ૬ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨ વાગ્યાથી ફ્લેશ સેલની સાથે શરુ થશે. આ પહેલા કંપની દ્વારા JioPhone 2 પર ઓફર આપવામાં આવી હતી અને તેની આકર્ષક કિંમત ૫૦૦ રૂપિયા હતી. જો કે આ સેલમાં કંપની દ્વારા કોઈ ઓફર આપવામાં આવી નથી.

JioPhone 2 સાથે યુઝર્સ ત્રણ ૪૯ રૂ., ૯૯ રૂ. અને ૧૫૩ રૂપિયાના ત્રણ ટેરિફ પ્લાનમાંથી એકની પસંદગી કરી શકે છે.

કંપનીના જણાવ્યા અનુસાર, ઓર્ડર કર્યા બાદ ૫ થી ૭ દિવસ વર્કિંગ દિવસમાં આ ફોન ગ્રાહકોને મળશે. સાથે સાથે આ ફોન પર ગ્રાહકોને એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો મળશે. જેમાં પોતાનો જુનો ફોન એક્સચેન્જ કરીને ૫૦૦ રૂપિયા આપીને આ ફોન ખરીદી શકો છો.

JioPhone 2માં ડ્યુઅલ સીમ કાર્ડ સ્લોટ આપવામાં આવ્યા છે. આ ફોન KaiOS પર ચાલે છે. આ ફોનની મેમરીની વાત કરવામાં આવે તો એમાં ૫૧૨ GB રેમ અને ૪ GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જો કે આ મેમરી માઈક્રો SD કાર્ડ દ્વારા ૧૨૮ GB સુધી વધારી શકો છો.