Not Set/ રાજકોટથી ઇન્દોર જતી ખાનગી બસ પલટી, 10 વ્યક્તિને ઇજા

દાહોદ: દાહોદ નજીક એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી હોવાની ઘટના સામે આવી છે. જે અંગે મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં 10 મુસાફરોને ઇજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સાથે સાથે સ્થાનિક લોકોએ એકઠાં થઇને બચાવ કામગીરી હાથધરી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને બચાવીને નજીકની હોસ્પિટલ […]

Top Stories Gujarat Rajkot Others Trending
A private bus from Rajkot to Indore Overturn near Dahod, 10 people injured

દાહોદ: દાહોદ નજીક એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી હોવાની ઘટના સામે આવી છે. જે અંગે મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં 10 મુસાફરોને ઇજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સાથે સાથે સ્થાનિક લોકોએ એકઠાં થઇને બચાવ કામગીરી હાથધરી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને બચાવીને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, સદનસિબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થવા પામી નથી.

આ અકસ્માતની ઘટના અંગે મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે દાહોદ જિલ્લાના કાળીતળાઇ ગામ પાસેથી એક ખાનગી ટ્રાવેલ્સની બસ રાજકોટથી ઇન્દોર તરફ જઇ રહી હતી.

આ દરમિયાન આ ખાનગી ટ્રાવેલ્સની બસ જ્યારે કાળીતળાઇ નજીક પહોંચી હતી ત્યારે બસના ચાલકે અચાનક સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બસ રોડની બાજુમાં પલટી ખાઇ ગઈ હતી.

મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ખાઈ જતા બસમાં રહેલા મુસાફરોએ બુમાબુમ મચાવી દીધી હતી. આ અકસ્માતને લીધે બસમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાં હતા.

સૂત્રોએ જણાવ્યા મુજબ આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા. જ્યારે પોલીસને જાણ કરતા તુરંત જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો.

બીજી તરફ સ્થાનિક લોકોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. એક મુસાફર બસમાં વધારે ફસાઇ જતાં લોકોએ તેને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો.

A private bus from Rajkot to Indore Overturn near Dahod, 10 people injured

આ ઘટનામાં બસમાં સવાર મુસાફરો પૈકીની 10 વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ ઇજાગ્રસ્તોને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વધુ મળતી માહિતી પ્રમાણે બસને સીધી કરવા માટે ક્રેઇન બોલાવી હતી. ક્રેઇનની મદદથી બસને સીધી કરી હતી. જ્યારે પોલીસે આ અંગે આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી.