Not Set/ દિલ્હીમાંથી ૧૬ નેપાળી છોકરીઓને બચાવાઈ, કુવૈત અને ઈરાક મોકલવાની હતી

દિલ્હી: દિલ્હી મહિલા આયોગે એક મોટી કાર્યવાહી કરીને મુનિરકા વિસ્તારમાંથી ૧૬ નેપાળી છોકરીઓને બચાવી લેવામાં આવી છે. આ છોકરીઓને નેપાળથી તસ્કરી કરીને લાવવામાં આવી હતી. જો કે આ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મંગળવારે મોડી રાત્રે મુનિરકા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્વાતિ માલીવાલ અને તેની […]

Top Stories India Trending
16 Nepali girls were rescued from at Munirika in Delhi

દિલ્હી: દિલ્હી મહિલા આયોગે એક મોટી કાર્યવાહી કરીને મુનિરકા વિસ્તારમાંથી ૧૬ નેપાળી છોકરીઓને બચાવી લેવામાં આવી છે. આ છોકરીઓને નેપાળથી તસ્કરી કરીને લાવવામાં આવી હતી. જો કે આ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મંગળવારે મોડી રાત્રે મુનિરકા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્વાતિ માલીવાલ અને તેની ટીમે ૧૬ છોકરીઓને કબજે લીધી હતી.

કહેવાય રહ્યું છે કે, આ સમગ્ર ઘટનાક્રમ મોડી રાતના 1.30 કલાકે બની હતી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જે છોકરીઓની રેસ્ક્યુ કરવામાં આવી છે તે તમામ છોકરીઓ નેપાળની રહેવા વાળી હતી. આ તમામ છોકરીઓને લલચાવી- ફોસલાવીને નેપાળથી ભારત લાવવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ છોકરીઓને અહિયાંથી કુવૈત અને ઈરાક મોકલવા માટેની તૈયારી કરવામાં આવી હતી. તેમના પાસપોર્ટ દલાલોએ લઈ લીધા હતા. એક નાના રૂમમાં આ તમામ ૧૬ છોકરીઓને બંધ કરીને રાખવામાં આવી હતી. એટલું જ નહીં, આ ખેલ છેલ્લા આઠ મહિનાથી ચાલી રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાત છોકરીઓને ૧૫ દિવસ અગાઉ જ કુવૈત અને ઈરાક મોકલવામાં આવી હતી.