Not Set/ અમદાવાદ: ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત ૩૩ સ્કૂલ એન્ડ કોલેજને ફટકારી નોટિસ

અમદાવાદ, અમદાવાદમાં ટ્રાફિક પોલિસે શરૂ કરેલી ટ્રાફિક ડ્રાઇવ ચાલુ રહી છે. શહેરમાં 248 ધંધાર્થીઓને યોગ્ય પાર્કિંગ કરવા માટે ટ્રાફિક પોલિસે નોટિસ ફટકાર્યા બાદ હવે પોલિસે સ્કુલોને પણ નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે. અમદાવાદની 30થી વધુ સ્કુલોને તેમના કેમ્પસ બહાર યોગ્ય રીતે પાર્કિંગ કરવાની નોટિસ આપવાની કાર્યવાહી બુધવારે શરૂ કરવામાં આવી હતી. સ્કુલોને તેમના કેમ્પસ બહાર […]

Ahmedabad Top Stories Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદમાં ટ્રાફિક પોલિસે શરૂ કરેલી ટ્રાફિક ડ્રાઇવ ચાલુ રહી છે. શહેરમાં 248 ધંધાર્થીઓને યોગ્ય પાર્કિંગ કરવા માટે ટ્રાફિક પોલિસે નોટિસ ફટકાર્યા બાદ હવે પોલિસે સ્કુલોને પણ નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે. અમદાવાદની 30થી વધુ સ્કુલોને તેમના કેમ્પસ બહાર યોગ્ય રીતે પાર્કિંગ કરવાની નોટિસ આપવાની કાર્યવાહી બુધવારે શરૂ કરવામાં આવી હતી. સ્કુલોને તેમના કેમ્પસ બહાર વાલીઓ દ્રારા કરવામાં આવતા વાહનોના પાર્કિંગ અંગે નોટિસ ફટકારવામાં આવી છે.

અમદાવાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના સુત્રોના કહેવા પ્રમાણે જે શાળાઓની બહાર આડેધડ પાર્કિંગ થઇ રહ્યું છે તેવી શાળાઓને વ્યવસ્થિત પાર્કિંગ કરવા નિર્દેશો આપવામાં આવ્યાં છે. નોટિસ આપ્યા પછી પણ જો શાળાઓ વાલીઓને યોગ્ય રીતે પાર્કિંગ નહીં કરાવી શકે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરની સ્કુલોની બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્રારા ગમેતેમ પાર્કિંગ થતું હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. સ્કુલો છુટવાના સમયે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી.

1.જ્ઞાનજ્યોત વિદ્યાલય,ચાંદલોડીયા

2.ગ્લોબલ સ્કુલ,કેકે નગર રોડ

3.શક્તિ વિદ્યાલય,ચાંદલોડીયા

4.તીરૂપતિ વિદ્યાલય,ચાંદલોડીયા

5.ભાવિક વિદ્યાલય,રામાપીર મંદિર પાસે

6.ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કુલ,ઘાટલોડિયા

7.ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કુલ,કેકે નગર રોડ

8.જ્ઞાનદા ગર્લ્સ સ્કુલ,ઘાટલોડિયા

9.નુતન સ્કુલ,પ્રભાત ચોક

10.સૌરભ હાઇસ્કુલ,રન્ના પાર્ક બસસ્ટેન્ડ

11.નાલંદા હાઇસ્કુલ,પ્રભાત ચોક

12.એમ બી પટેલ સ્કુલ,પ્રભાત ચોક બ્રીજ પાસે

13.એપોલો હાઇસ્કુલ,વંદેમાતરમ રોડ

14.સરસસ્વતી સ્કુલ, શિવ કેદાર ફ્લેટ પાસે

15.શાયોના વિદ્યાવિહાર સ્કુલ,સોલા

16.અક્ષર વિદ્યાલય,સોલા

17.સ્વામીનારાયણ ગુરૂકુલ વિદ્યાલય,ગુરૂકુલ

18.મહારાજ અગ્રસેન,ગુરૂકુલ

19.સેવન હાયર સ્કુલ,ગુરૂકુલ

20.દિવ્યપથ હાયર સેક્ન્ડરી સ્કુલ,મેમનગર

21.શાંકુતલ વિદ્યાલય,મેમનગર

22.મેમનગર પ્રાથમિક શાળા નંબર-1 અને 2,મેમનગર ગામ

23.મેમનગર સાર્વજનિક વિદ્યાલય,માનવમંદિર પાછળ

24.એશિયન સ્કુલ,ડ્રાઇવ ઇન રોડ

25.ઉદગમ સ્કુલ,ડ્રાઇવ ઇન રોડ

26.કસ્તુરબા ગાંધી સ્કુલ,એઇસી ચાર રસ્તા પાસે

27.નેશનલ સ્કુલ,સોલા રોડ પાસે

28.સોલારીસ,ભુયંગદેવ ચાર રસ્તા

29.સાધના સ્કુલ,ભુયંગદેવ ચાર રસ્તા પાસે

30.શારદા વિદ્યામંદિર

31.સાર્થક સ્કુલ,સત્તાધાર ચાર રસ્તા

32.એલ.જી સ્કુલ ઇન્ટરનેશનલ સ્કુલ એન્ડ કોલેજ,ગુલાબ ટાવર પાસે

  1. નિરમા સ્કુલ,માનસી ટાવર પાસે