કોલકાતા,
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા અગામી કોમ્પિટિશન માટે ૬ ટીમની પસંદગી કરવામાં આવી છે. જો કે આ ટીમમાં બંગાળની રણજી ટીમના સ્ટાર ક્રિકેટર મનોજ તિવારીનું સિલેકશન ન થયા બાદ તે નાખુશ છે અને BCCIની ટીમ સિલેકશન અંગે સવાલો ઉઠાવ્યા છે.
ભારતીય ટીમના પણ સદસ્ય રહી ચુકેલા મનોજ તિવારીએ પોતાની નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, “BCCIની ટીમ પસંદગી પ્રક્રિયા સમજણથી બહાર છે”.
મહત્વનું છે કે, BCCI દ્વારા હાલમાં જ સાઉથ આફ્રિકા-A સામેની ચાર દિવસીય મેચ, દુલિપ ટ્રોફી અને ઓસ્ટ્રેલિયા-A સામે રમાનારી શ્રેણી માટે ઇન્ડિયા-A અને ઇન્ડિયા-Bની ૬ ટીમની ઘોષણા કરવામાં આવી છે, પરંતુ આ તમામ ટીમોમાં મનોજ તિવારીનું નામ નથી.
Hi @mohanstatsman G. Can u help me with one stat which I’m eager to know for my knowledge. Can I ask ??
— MANOJ TIWARY (@tiwarymanoj) July 23, 2018
ટીમમાં સિલેકશન ન થવા અંગે પોતાની નિરાશા વ્યક્ત કરતા તિવારીએ કહ્યું,”ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં આ પ્રકારના કેટલા બેટ્સમેન રહ્યા છે, જેઓએ વિજય હજારે અને દેવધર ટ્રોફીમાં ૧૦૦થી વધુની એવરેજ રહી છે અને તે પણ એક વર્ષમાં ?
બંગાળ ટીમના ક્રિકેટર મનોજ તિવારીએ ૨૦૧૭-૧૮ની સિઝનમાં ૧૨૬.૭૦ના એવરેજથી ૫૦૭ રન બનાવ્યા છે. આ સ્કોર ભારતની ડોમેસ્ટિક સિઝનમાં સૌથી મોટો સ્કોર છે. આ પહેલાનો સ્કોર ૪૦૦ રન સુધીનો હતો. આ ઉપરાંત મનોજ તિવારીએ વિજય હજારે અને દેવધર ટ્રોફીમાં પણ ૧૦૦થી વધુના એવરેજથી રન બનાવ્યા છે.
