મુંબઈ
બોલિવૂડમા ટૂંક સમયમાં એક સ્ટાર કિડની એન્ટ્રી થવાની છે. ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી પૂનમ ધિલ્લોન ના પુત્ર પણ ફિલ્મ જગતમાં પોતાના લકને આજમવા માટે આવી રહ્યા છે.

પૂનમ ધિલ્લોન અને પ્રોડ્યુસર અશોક ઠાકેરિયાના પુત્ર અનમોલને ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી લોન્ચ કરી રહ્યા છે.

એક વેબસાઈટના જણાવ્યા અનુસાર, પૂનમ ધિલ્લોને આ સમાચારને પૃષ્ટિ આપી છે. તેમણે જણાવ્યું હતું કે. તેઓ પોતાના પુત્રની બોલીવુડમાં એન્ટ્રીને લઇ ખૂબ જ ઉત્સાહિત છે.

તેઓએ જણાવ્યું હતું કે, “અનમોલ આના કરતાં સારો મૌકો નહિ મળી શકે. તેઓને પોતાની ગુણવત્તાના આધારે આ તક મળી છે, તેથી હું ખૂબ ખુશ છું”.

તમને જણાવી દઈકે કે, પૂનમ ધિલ્લોન હાલ ટેલિવિઝન પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તેઓ છેલ્લે 2014માં ફિલ્મ “ડબલ ધ ટ્રબલ”માં જોવા મળ્યા હતા ત્યારબાદ ટીવી શો દિલ હી તો હૈમાં જોવા મળે છે.

પૂનમ અને તેમના પતિ અશોકના 1988 માં લગ્ન થયા હતા. આ બંનેએ 1997 માં છૂટાછેડા લીધા હતા. તેઓ સિનેમા જગતમાં મુખ્યત્વે “અશોક કો દિલ”, “બેટા”, “મસ્તી”, “રાજા” અને “ધમાલ” જેવી ફિલ્મો માટે જાણીતા છે.

