Bollywood/ બીગ બીના ઘરમાં લાગેલી પેઇન્ટિંગની કિંમત સાંભળી થઇ જશો ચકિત, જેનાથી ખરીદી શકાય છે..

આ પેઇન્ટિંગ પેઇન્ટર મનજીત બાવા (1941-2008)નું છે. તેમનો જન્મ પંજાબના ધૂરીમાં થયો હતો. ભારતીય માયથોલોજી તથા સૂફી ફિલોસોફીમાંથી….

Trending Entertainment
પેઇન્ટિંગ

બચ્ચન પરિવાર ચાહકોના ફેવરિટમાંનો એક છે. તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ દિવાળીએ પણ અમિતાભ બચ્ચને તેમના ચાહકોને શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરી છે. તેમણે તેના સમગ્ર પરિવારનો એક ફોટો શેર કર્યો, જેમાં તેમની સાથે જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા જોવા મળે છે. આખા બચ્ચન પરિવારની આ તસવીર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી, પરંતુ એક અલગ કારણોસર અને તે બેકગ્રાઉન્ડમાં એક બળદની પેઇન્ટિંગ હતી, જેણે મોટાભાગના ઈન્ટરનેટ યુઝર્સનું ધ્યાન ખેંચ્યું હતું.

આ પણ વાંચો :જ્યાં શ્રી દેવીનું થયું હતું મોત ત્યાં જ બોની કપૂરે દીકરીઓ સાથે મનાવ્યો જન્મદિવસ, મળી મોટી ગિફ્ટ

સૂત્રોના મતે, આ પેઇન્ટિંગ પેઇન્ટર મનજીત બાવા (1941-2008)નું છે. તેમનો જન્મ પંજાબના ધૂરીમાં થયો હતો. ભારતીય માયથોલોજી તથા સૂફી ફિલોસોફીમાંથી પ્રેરિત થઈને મનજીત પોતાના પેઇન્ટિંગ બનાવતા હતા. તેઓ મોટાભાગે મહાકાળી માતા, ભગવાન શિવ તથા પ્રાણીઓ, પ્રકૃતિ, વાંસળી તથા પ્રાણી-માણસ વચ્ચેના સહઅસ્તિત્વ પર ચિત્રો બનાવતા હતા. મનજીત એક ઉસ્તાદ પાસેથી વાંસળી વગાડવાનું શીખ્યા હતા અને તેમના મોટાભાગના ચિત્રોમાં આ વાત જોવા મળતી હતી. તેમણે ઘણીવાર કૃષ્ણને વાંસળી વગાડતા બતાવ્યા છે, અહીંયા તેમના અનુનાયી તરીકે ગાય નહીં પરંતુ કૂતરા જોવા મળતા હતા. તેઓ ઇન્ડિયન ટ્રેડિશનલ રંગ જેવા કે લાલ, ગુલાબી તથા વાદળીનો વધુ ઉપયોગ કરતા હતા. તેમના ચિત્રો વિશ્વભરમાં 3-4 કરોડમાં વેચાતા હતા.

https://twitter.com/SrBachchan/status/1456689983008296961?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1456689983008296961%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Fentertainment%2Fbollywood-amitabh-bachchan-house-bull-painting-cost-is-4-crores-rupees-fans-reaction-goes-viral-on-social-media-22194008.html

આટલી કિંમતે, તમે મુંબઈમાં ફેન્સી લોકેશનમાં સરળતાથી 2 BHK ખરીદી શકો છો, અથવા તો તમે પર્વતોમાં જે હોલિડે હોમનું સપનું જોઈ રહ્યાં છો તે પણ મેળવી શકો છો.

આ પણ વાંચો :દેશભરમાં વિરોધ વંટોળ વચ્ચે કંગનાએ પદ્મશ્રી પરત કરવાના વાત કરી પરતું …

આ દરમિયાન અમિતાભ બચ્ચને પણ પોતાના ઘરમાં બુલ પેઇન્ટિંગ રાખવાના મહત્વ વિશે વાત કરી હતી. ટ્વીટમાં તેમણે લખ્યું, “મિત્રો, બુલ પેઇન્ટિંગ, શક્તિ, ઝડપ અને આશાવાદનું પ્રતીક છે. તેને ઓફિસ અથવા ઘરના વિપુલ પ્રમાણમાં રાખવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં બુલ રન લાવવામાં મદદ મળે છે. તે અંતિમ લાભ, સફળતા છે. અને વધતી જતી સમૃદ્ધિનું પ્રતીક છે.”

બિગ બીએ વધુમાં ઉમેર્યું, “જ્યારે ઘરમાં, લિવિંગ રૂમમાં અથવા ઓફિસમાં મૂકવામાં આવે છે, ત્યારે તે તમને અન્યના ખરાબ ઇરાદાઓથી બચાવવામાં મદદ કરે છે. તે તમને નકારાત્મક ઊર્જા ધરાવતા લોકોથી બચાવે છે.”

આ પણ વાંચો :સૂર્યવંશી ફિલ્મને NETFLIXએ આટલી મોટી રકમમાં ખરીદી,આ તારીખે થશે પ્રસારિત…

વર્કફ્રંટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન પાસે ઢગલાબંધ ફિલ્મો છે. અમિતાભ બચ્ચન અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છે. આ સિવાય બિગ બી અજય દેવગણ અને રકુલ પ્રીત સાથે ફિલ્મ ‘મેડે’માં દેખાશે. નાગરાજ મંજૂલેના નિર્દેશનમાં બનેલી અમિતાભની ફિલ્મ ‘ઝુંડ’ પણ રિલીઝ માટે તૈયાર છે. આ સિવાય મહાનાયક અમિતાભ બચ્ચન પ્રભાસ સાથેની એક ફિલ્મમાં પણ મહત્વના રોલમાં દેખાશે. દીપિકા પાદુકોણ સાથે હોલિવુડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની રિમેકમાં જોવા મળશે.

આ પણ વાંચો :યશ રાજ ફિલ્મસ OTT પ્લેટફોર્મ શરૂ કરવાની તૈયારીમાં, 500 કરોડ ખર્ચ કરશે

આ પણ વાંચો : વિશ્વસુંદરી એશ્વર્યા રાય બચ્ચનનો પ્રથમ ક્રશ કોણ છે..? જાણો…