Not Set/ બિહાર : આઈસીયુમાં તરતી માછલીઓ, ઉપમુખ્યમંત્રીના ઘરમાં પાણી… વરસાદની તારાજી

બિહારની રાજધાની પટના સહીત મોટાભાગના વિસ્તારોમાં શનિવાર રાતથી થઇ રહેલા ભારે વરસાદના કારણે સામાન્ય લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદના કારણે પટના સ્થિત નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલના આઈસીયુમાં પાણી સાથે માછલીઓ પણ ઘુસી આવી હતી. Patna: Nalanda Medical College Hospital (NMCH) waterlogged following heavy rainfall in the city. #Bihar pic.twitter.com/e8p7c8rsYa — ANI (@ANI) July […]

Top Stories India

બિહારની રાજધાની પટના સહીત મોટાભાગના વિસ્તારોમાં શનિવાર રાતથી થઇ રહેલા ભારે વરસાદના કારણે સામાન્ય લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદના કારણે પટના સ્થિત નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલના આઈસીયુમાં પાણી સાથે માછલીઓ પણ ઘુસી આવી હતી.

નાલંદા પટનાની સૌથી મોટી હોસ્પિટલોમાની એક છે. અહીં આઈસીયુમાં પાણી ઘસી ગયું હતું અને સાથે જ માછલીઓ તરતી જોવા મળી હતી. દર્દીઓનો પાણીની અંદર જ ઉપચાર કરવામાં આવી રહ્યો છે.

બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીના ઘરમાં પાણી ઘુસી આવ્યું હતું. પટનાના રાજેન્દ્ર નગરમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. જયારે વીવીઆઈપી બેલી રોડ પર એક નિર્માણાધીન ઇમારત પાસે સડક ધંસી ગઈ હતી. આ સાથે જ પ્રશાશન દ્વારા કરવામાં આવતા દાવાઓની પોલ ખુલી ગઈ હતી. સીએમ નીતીશ કુમારે ખુદે ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિની જાણકારી મેળવી હતી.

મોસમ વિભાગે જાણકારી આપી છે કે બિહારના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થવાથી આવતા બે દિવસ સુધી સારા વરસાદ ની સંભાવના છે.

મોસમ વિભાગના જણાવ્યા મુજબ વરસાદ બાદ પટના અને ગયા સહીત મોટાભાગના શહેરોના તાપમાન સામાન્યથી નીચે પહોંચી ગયું છે. જોકે, વરસાદ અને જળભરાવના કારણે આવનારા બે દિવસ સુધી રાહત મળવાની સંભાવના નથી.