Not Set/ સોશિયલ મીડિયા હબ બનાવવાની નિર્ણયથી ફર્યું કેન્દ્ર, SC એ કહ્યું–ન રાખી શકો ‘વોચ’

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર મોનિટરિંગ રાખવા માટે સોશિયલ મીડિયા હબ બનાવવાના નિર્ણયથી ફરી ગઈ છે, અને પીછેહઠ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટ (SC) ના કડક વલણ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. 13 જુલાઈની પાછલી સુનવણીમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, આ ‘નિરીક્ષણ રાજ’ બનવા જેવું થશે. સોશિયલ મીડિયા હબ બનાવવાને લઈને એવા આરોપ […]

Top Stories India Trending Politics
India Center to withdraw social media hub, SC say- can not 'watch'

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર મોનિટરિંગ રાખવા માટે સોશિયલ મીડિયા હબ બનાવવાના નિર્ણયથી ફરી ગઈ છે, અને પીછેહઠ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટ (SC) ના કડક વલણ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. 13 જુલાઈની પાછલી સુનવણીમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, આ ‘નિરીક્ષણ રાજ’ બનવા જેવું થશે.

સોશિયલ મીડિયા હબ બનાવવાને લઈને એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે, આ નાગરિકોની ઓનલાઈન ગતિવિધિઓ પર નજર રાખવા માટેનું હથિયાર બની શકે છે. કેન્દ્ર સરકારે શુક્રવારે સર્વોચ્ચ ન્યાયાલયને સૂચિત કર્યું હતું કે, સોશિયલ મીડિયા હબ બનાવવાની રજૂઆત વાળી અધિસૂચના પાછી ખેચી લેવામાં આવી છે અને સરકાર પોતાની આ સોશિયલ મીડિયા અંગેની નીતિની ગહન સમીક્ષા કરશે.

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટીસ એ એમ ખાનવિલકર અને જસ્ટીસ ધનંજય વાય. ચંદ્રચુડની ત્રણ સદસ્યની પીઠએ કેન્દ્ર સરકાર તરફથી થયેલી અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કરેલી દલીલ પર વિચાર કર્યો કે અધિસૂચના પાછી લેવામાં આવી રહી છે. વેણુગોપાલ એ પીઠને કહ્યું હતું કે, સરકાર પોતાની સોશિયલ મીડિયા નીતિની બધી રીતે સમીક્ષા કરશે.

સુપ્રીમ કોર્ટે તા. 13 જુલાઈના રોજ કહ્યું હતું કે, શું સરકારનો મીડિયા હબ બનાવવાનો આ નિર્ણય નાગરિકોના વોટ્સ અપ મેસેજ પર નજર રાખવા માટે છે? તૃણમુલ કોંગ્રેસના વિધાયકએ સવાલ કર્યો હતો કે, શું સરકાર વોટ્સ એપ અથવા સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ પર નાગરિકોના મેસેજ પર નજર રાખવા માંગે છે?. આનાથી દરેક વ્યક્તિની અંગત જાણકારી પર સરકાર ફેંદી શકે છે.

કેન્દ્રીય મંત્રાલય હેઠળ કામ કરતી પીએસયુ બ્રોડકાસ્ટ કન્સલ્ટેન્ટ ઇન્ડિયા લીમીટેડએ એક ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં એક સોફટવેરની આપૂર્તિ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેની હેઠળ સરકાર સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચનાઓ એકઠી કરવાની હતી.