એડવોકેટ યોગેશ રવાણીએ વડાપ્રધાન મોદી વિરૂધ્ધ ફરિયાદ કરી છે. મોડલ કન્ડક્ટનો ભંગ થયાની ફરિયાદ કરી છે. જેની ફરિયાદ પોલિસ સ્ટેશનમાં પણ કરી છે. અને ચૂંટણી પંચનુ ધ્યાન પણ દોર્યુ છે. ફરિયાદમાં રિપ્રેઝન્ટેશનની કલમ 126 127 અને 130ની કલમ ભંગ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં લખવામાં આવ્યુ હતુ કે, મોદી રાણીપમાં મતદાન કરવા આવ્યા ત્યારે તેમનાં સમર્થકોને ભેગા કરવામાં આવ્યા હતા. અને પ્રચાર કર્યો હતો. તેમણે ચોથી જાગીર ગણાતી મીડિયાની સ્વતંત્રતા ઉપર પણ તડાપ મારી હતી અને કહ્યુ હતુ કે, મીડિયાએ પણ પ્રસારણ ન કરવુ જોઇએ. તેમણે બે દિવસ પહેલા કોંગ્રેસ વિરૂધ્ધ થયેલી ફરિયાદનો ઉલ્લેખ કર્યો હતો.
ત્યારે ઉલ્લેખનિય છે કે, તેમણે આડકતરી રીતે કોંગ્રેસની તરફેણ કરી હતી. ત્યારે એડવોકેટ યોગેશ રવાણીએ મોદીની ફરિયાદ અંગે મંતવ્ય ન્યુઝ સાથે વાત કરી હતી.
