Not Set/ અમદાવાદ: ડેની કોફી બાર પાસે ફાયરીંગનો મામલો, પોલીસે ત્રણ શખ્સોની કરી ધરપકડ

અમદાવાદ, અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા એક કાફે પાસે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ સ્ટર્ટર ગનથી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર સિંધુભવન રોડ પર એક ડેની નામનું કોફી બાર આવેલું છે. જ્યાં 9 થી 9.15 વાગ્યાના અરસામાં એક ગાડીમાં 2 થી 3 જેટલા શખ્સો આવ્યા હતા. જેમાંથી મેક્સી પટેલ નામના શખ્સે […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા એક કાફે પાસે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ સ્ટર્ટર ગનથી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર સિંધુભવન રોડ પર એક ડેની નામનું કોફી બાર આવેલું છે.

જ્યાં 9 થી 9.15 વાગ્યાના અરસામાં એક ગાડીમાં 2 થી 3 જેટલા શખ્સો આવ્યા હતા. જેમાંથી મેક્સી પટેલ નામના શખ્સે 2 થી 3 રાઉન્ડ ફાયરીંગ કરીને રોફ બતાવ્યો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

જો કે મોડી રાત્રે પોલીસે આ મેક્સી પટેલ નામના શખ્સની બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી અને તેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો.

ઉલ્લેખનીય છે કે આ કારમાંથી ચેકિંગ દરમિયાન બાઇટિંગ પણ મળી આવ્યું હતું. તેમજ દારૂની એક ખાલી બોટલ મળી આવતાં આ શખ્સોએ નશો કરીને આ ફાયરિંગ કર્યા હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, મેક્સી પટેલના ફેસબુક તેમજ સોશિયલ મિડીયા પર અનેક એવા વિડીયો છે જેમાં તે વિલનનો રોલ કરી રહ્યો છે અને હાથમાં એક રિવોલ્વર પણ રાખીને પોતે ડોન છે તેવું સાબિત કરી રહ્યો છે. આ મામલે પોલીસ દ્વારા આ શખ્સ વિરુદ્વ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.