નવી દિલ્હી,
જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટેના આર્ટિકલ ૩૫ Aના પ્રસ્તાવને રદ્દ કરવા અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જો કે આ મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ દ્વારા અરજીકર્તાને સવાલો પૂછ્યા હતા અને ત્યારબાદ આ સુનાવણી ટાળવામાં આવી છે. આગામી હિયરીંગ માટે ૨૭ ઓગષ્ટની તારીક આપવામાં આવી છે.
ત્યારે હવે ૨૭મી ઓગષ્ટની સુનાવણીમાં નક્કી થશે કે, આ મામલે આગામી સુનાવણી બંધારણીય ખંડપીઠને આપવામાં આવે કે નહિ.
Supreme Court adjourns hearing petitions challenging the validity of Article 35A which empowers J&K state's legislature to define 'permanent residents' of the state and provide special rights to them. SC to hear the matter on August 27. pic.twitter.com/gIvVe0BGnn
— ANI (@ANI) August 6, 2018
સોમવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ અરજીકર્તાને પૂછ્યું કે, “શું આ મામલો બંધારણીય ખંડપીઠમાં જવો જોઈએ અથવા તો નહિ”.
તેઓએ વધુમાં કહ્યું, “અમારે નક્કી કરવું પડશે કે શું આ મામલો ૫ જજોની બેંચ પાસે મોકલવો જોઈએ કે નહિ. આ મામલે બે અઠવાડિયા પછી નક્કી કરી શકીએ છીએ, ત્યારબાદ ત્રણ જજની કમિટી નક્કી કરશે”.
બીજી બાજુ આ પ્રસ્તાવ રદ્દ થવાના વિરોધમાં અલગાવવાદીઓએ બે દિવસનું બંધ બોલાવ્યું છે અને સોમવારે તેનો બીજો દિવસ છે. બે દિવસના બંધ દરમિયાન રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન તેમજ રેલીઓ યોજવામાં આવી રહી છે. જો કે આ પ્રદર્શનને જોતા સુરક્ષાના કારણોસર રાજ્યમાં અમરનાથની યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે.

રાજ્યમાં રામબન, ડોડા અને કિશ્તવાડમાં આર્ટિકલ ૩૫Aના સમર્થનમાં આંશિક હડતાળ અને શાંતિપૂર્ણ રેલીઓ કાઢવામાં આવી રહી છે. આ ઉપરાંત અલગ અલગ ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા પણ આર્ટિકલ ૩૫A હેઠળ દેશની સર્વોચ્ચ આદાલતના પડકાર આપવા વિરુધ બે દિવસની હડતાળનું એલાન કરાયું છે.
જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ, PDP, માકપા અને કોંગ્રેસ સહિતના રાજનૈતિક પાર્ટીઓ તેમજ અલગાવાદીઓએ આર્ટિકલ ૩૫ A યથાસ્થિતિ બનાવી રાખવા માટે માંગ કરી રહ્યા છે. આ આર્ટિકલ હેઠળ જમ્મુ-કાશ્મીર સિવાયના બહારના લોકો પણ રાજ્યમાં કોઈ પણ સ્થાવર મિલકત ખરીદી શકશે.
જો કે અલગાવાદી નેતા બિલાલ વારને કહ્યું, “૩૫ A કારણ કાશ્મીર એક છે. જયારે તેને હટાવવામાં આવશે તો જંગ છેડાઈ જશે. ચાર દિવસ પહેલા નેશનલ કોન્ફરન્સના નેતા જાવેદ રાણાએ કહ્યું, “બંધ દરમિયાન કોઈ તિરંગો ઉઠાવશે નહિ. આ કરવા પર પરિણામ ખરાબ હશે”.
શું છે આર્ટિકલ 35A ?
આર્ટિકલ 35A જમ્મુ-કાશ્મીરને રાજ્યના રૂપમાં એક વિશેષ અધિકાર આપે છે. આ આર્ટિકલનો મતલબ છે કે, રાજ્ય સરકારનો એ અધિકાર છે કે, આઝાદીના સમયે બીજી જગ્યાઓથી આવેલા શરણાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની કમ્ફર્ટ આપે કે નહિ.
મહત્વનું છે કે, આર્ટિકલ ૩૫ A એ ધારા ૩૭૦નો જ એક ભાગ છે. આ ધારાના કારણે બીજા રાજ્યોના કોઈ પણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ન તો કોઈ સંપત્તિ ખરીદી શકે છે તેમજ ન તેઓ રાજ્યના સ્થાયી નાગરિક બની શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલા આર્ટિકલ ૩૫ Aના પ્રસ્તાવને લઇ ૧૪ મે, ૧૯૫૪ના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ ડો. રાજેદ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવો આર્ટિકલ ૩૫ A જોડવામાં આવ્યો હતો.
