લખીમપુર હિંસાને લઈને ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે વાતચીત બાદ સમજૂતી થઈ છે. સરકાર અને ખેડૂતો વચ્ચે મંત્રણાનાં છ રાઉન્ડ બાદ સર્વસંમતિ બની હતી. યોગી સરકારે મૃતકોનાં પરિવારજનોને 45 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મૃતકનાં પરિવારનાં એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ સાથે ઘાયલોને 10 લાખ આપવામાં આવશે. આ ઘટનાની ન્યાયિક તપાસ કરવાનું વચન પણ આપ્યું છે. આ તપાસ હાઇકોર્ટનાં નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો – લખીમપુર હિંસા / પ્રશાંત ભૂષણે યોગી સરકારને પૂછ્યું – જો ભાજપના નેતાઓ વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોમાં જાય તો તેમની સાથે ઝપાઝપી થાય?
આપને જણાવી દઇએ કેે, યોગી સરકારે ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખેરીમાં માર્યા ગયેલા ચાર ખેડૂતોનાં પરિવારને 45 લાખ રૂપિયાનું વળતર અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, ગઈકાલે લખીમપુર ખેરીમાં માર્યા ગયેલા 4 ખેડૂતોનાં પરિવારને સરકાર 45 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપશે. ઘાયલોને 10 લાખ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ખેડૂતોની ફરિયાદનાં આધારે FIR નોંધવામાં આવશે. હાઇકોર્ટનાં નિવૃત્ત જજ આ મામલાની તપાસ કરશે. પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, CRPC ની કલમ 144 લાદવાના કારણે રાજકીય પક્ષોનાં નેતાઓને લખીમપુર જિલ્લાની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી નથી. જોકે, ખેડૂત સંગઠનોનાં સભ્યોને અહીં આવવાની છૂટ છે.
Leaders of political parties have not been allowed to visit the district because Section 144 of CrPC is in place. However, members of farmer unions are allowed to come here: ADG (Law & Order) Prashant Kumar in Lakhimpur Kheri https://t.co/drsWrZlvhD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 4, 2021
આ પણ વાંચો – લખીમપુર હિંસા / કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની કરાઈ અટકાયત, કસ્ટડી રૂમમાં સફાઈ કરતા નજરે પડ્યા
નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય 3 ઓક્ટોબર (રવિવારે) લખીમપુર ખેરી ખાતે આયોજિત કુસ્તી કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. તેમના આગમન પહેલા ખેડૂતો કૃષિ કાયદાનાં કાળા ઝંડા સાથે વિરોધ કરી રહ્યા હતા. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનાં પુત્ર આશિષ મિશ્રા અને તેમના ટેકેદારોએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર વાહનો પર હુમલો કર્યો હતો. આ પછી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ બે વાહનોને આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયા છે. તેમાં 4 ખેડૂતો, ભાજપનાં કાર્યકરો અને એક પત્રકારનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
