indigo news today/ ઇન્ડિગો કટોકટી વચ્ચે DGCAએ ચાર ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા

ઇન્ડિગો કટોકટીમાં DGCAએ કડક પગલાં લીધા છે અને ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી ઉડ્ડયન સલામતીના ધોરણોનું ઉલ્લંઘન છે.

NATIONAL India Trending

Indigo News:ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઇન્ડિગોના ચાર ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. ડીજીસીએએ જણાવ્યું હતું કે આ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયેલી ઇન્ડિગોના સલામતી અને સંચાલનના નિયમોની દેખરેખ માટે જવાબદાર હતા.

 

ઇન્ડિગો ફ્લાઇટમાં કામગોરી બજાવતા અધિકારી

હકીકતમાં, DGCAનું માનવું છે કે આ કર્મચારીઓ દ્વારા એરલાઇનના નિરીક્ષણ અને દેખરેખમાં બેદરકારીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મહિનાની શરૂઆતમાં ઇન્ડિગોએ હજારો ફ્લાઇટ્સ રદ કરી હતી. જેના કારણે લાખો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.

 

DGCAએ ક્રૂના ઉપયોગ અને રિફંડ સહિત વિવિધ કામગીરીની દેખરેખ માટે ગુરુગ્રામમાં એરલાઇનની ઓફિસમાં બે ટીમો તૈનાત કરી છે. આ મોનિટરિંગ ટીમો દરરોજ સાંજે 6 વાગ્યે રેગ્યુલેટરને રિપોર્ટ કરશે.

 

 

 

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઇન્ડિગો કટોકટીનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો, આજે દિલ્હી હાઇકોર્ટ સુનવણી કરશે

આ પણ વાંચો:ઇન્ડિગો કટોકટી : હવાઈ ઉડ્ડયન ઉદ્યોગની માળખાગત ખામીનું પ્રતિબિંબ

આ પણ વાંચો:ઇન્ડિગોની ફ્લાઇટ કટોકટીથી મુસાફરોનું જીવન અસ્તવ્યસ્ત, લગ્નથી અંતિમવિધિ સુધી બધું થયું અસરગ્રસ્ત