મુંબઈ
અર્જુન કપૂર હાલ ઘણા વ્યસ્ત છે અને તેઓ એક પછી એક ફિલ્મો કરી રહ્યા છે. તાજેતરમાં, અભિનેતાએ એક ફોટો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છે કે તેણે પહેલેથી જ ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’નું શૂટિંગ શરૂ કરી દીધુ છે. શૂટિંગના પ્રથમ દિવસે આ ફોટો પોસ્ટ કરતી વખતે અર્જુન કપૂરે લખ્યું છે કે જ્યારે પણ તે ફિલ્મ શરૂ કરે છે, ત્યારે તે લાગે છે કે તે એક મિશન પર જઈ રહ્યા છે.
દરેક ફિલ્મ તેમને એક મિશન જેવી લાગે છે અને તેઓ એક અન્ય મિશન પર પણ છે. જણાવીએ તેમણે લખ્યું હતું કે, તેઓ તેમની આગામી ફિલ્મ, ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ ને લઈને વધુ ઉત્સાહિત છે અને આ તેમની 12 મી ફિલ્મ છે જે 24 મે, 2019 ના રોજ રિલીઝ થશે.
https://instagram.com/p/BmU7MuiAk4m/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
અર્જુન કપૂરે ઘણી હિટ ફિલ્મો આપી છે અને તેમને લોકો પણ ખુબ જ પંસદ કરે છે. આપને જણાવી દઈએ કે, આ થ્રીલર ફિલ્મ બનવાની છે. જે માટે અર્જુન ઘણી મહેનત કરે છે. આ સિવાય, અર્જુન કપૂરે ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેંડ’નું શૂટિંગ પણ કરી રહ્યા છે અને ફરે એકવાર પરિણીતી ચોપરા તેમની સાથે જોવા મળશે. અર્જુર કપૂરની ડેબ્યુ ફિલ્મ ‘ઈશ્કઝાદે’ પછી અર્જુન-પરાણીતી જોડી જોવા મળશે. ‘નમસ્તે ઈંગ્લેંડ’ કોમેડી છે અર્જુન અને પરિણીતી આ ફિલ્મમાં પંજાબી કિરદારોમાં જે પંજાબમાં જ એકબીજાને પ્રેમ કરે છે.
‘નમસ્તે ઈંગ્લેંડ’ 7 ડિસેમ્બર, 2018 ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની તારીખ ઓક્ટોબર થઈ ગઈ છે અને સમાચાર એ છે કે ફિલ્મ 19 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ દિવસે અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દીક્ષિતની ફિલ્મ ‘ટોટલ ધમાલ’ પણ આવી રહી છે. એટલે કે બે કોમેડી ફિલ્મો ટક્કરાવા જઈ રહી છે.
