નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુવાનોને આપવામાં આવતી રોજગારી અંગે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ દ્વારા પીએમ મોદી અને સરકાર પર અનેક પ્રહારો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ તમામ આરોપો અંગે પીએમ મોદીએ જવાબ આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપતા કહ્યું, “છેલ્લા એક વર્ષમાં એક કરોડથી વધુ રોજગારી આપવામાં આવી છે, જેથી આ પ્રકારના દુર્પ્રચાર નિશ્ચિત રૂપથી બંધ થવા જોઈએ”.
Full transcript of PM Narendra Modi’s interview to ANI #PMtoANI https://t.co/dMcJjYJl7v pic.twitter.com/LkgAOKRgH1
— ANI (@ANI) August 12, 2018
પીએમ મોદીએ ન્યુઝ એન્જસી ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે. તેઓએ આ વાતચીત દરમિયાન કહ્યું, “જયારે ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ઝડપથી વિકાસ કરી રહ્યો હોય તો એ કઈ રીતે કહી શકાય કે, રોજગારીના મોર્ચા પર કઈ પણ થઇ રહ્યું નથી”.
લોકસભામાં મોદી સરકાર વિરુધ લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન પોતાના ભાષણ અંગે કહ્યું, “દેશમાં રોકાણ વધી રહ્યું છે. રસ્તાઓનું નિર્માણ, રેલ લાઈનોમાં વિસ્તરણ, સોલાર પાર્ક બનાવવા અને ટ્રાન્સમિશન લાઈનના વિસ્તારનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, ત્યારે કેવી રીતે કહી શકાય કે રોજગાર નહિ મળે ?
એક વર્ષમાં ૧ કરોડ લોકોને મળી રોજગારી : PM મોદી
EPFOના આંકડાઓ અંગે જણાવતા પીએમ મોદીએ કહ્યું, “૪૫ લાખ નવા ખાતાઓ ખોલવામાં આવ્યા છે અને છેલ્લા ૯ મહિનામાં ૫.૬૮ લાખ લોકો નવી પેન્શન સ્કીમ સાથે જોડાયેલા છે. જેનાથી ખબર પડે છે કે, ગત વર્ષે ૧ કરોડથી વધુ લોકોને રોજગારી મળી છે”.
દેશમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં થયેલા વિકાસ અંગે પીએમ મોદીએ કહ્યું, વર્ષ ૨૦૧૪માં મોબાઈલ નિર્માણ ના બે ઉપક્રમ હતા, જે હવે આગળ વધીને ૧૨૦ થઇ ગયા છે. આજે ભારત સ્ટાર્ટ અપનું કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
તેઓએ વધુમાં કહ્યું, લોજિસ્ટિક, ઈ-કોમર્સ, મોબાઈલ એપ આધારિત એગ્રીગેટર્સની આજે ભરમાર છે તો શું નવી રોજગારીનું નિર્માણ થઇ શકશે નહિ.
પીએમ મોદીએ કહ્યું, પ્રવાસ અને પર્યટનના ક્ષેત્ર પણ મોટી રોજગારીના અવસર ઉભા થયા છે. ગત વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ૧૪ ટકાનો વધારો થયો છે, તો શું એનાથી રોજગારી ઉભી નહિ થઇ શકે ?
મહત્વનું છે કે, કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ દ્વારા દેશમાં રોજગારીના મુદ્દે વર્તમાન મોદી સરકાર પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને આ મામલે મોદી સરકાર નિષ્ફળ રહી હોય એ અંગે પણ જણાવવામાં આવી રહ્યું છે.
