Not Set/ પુનાની કોસમોસ બેંક પર સાયબર અટેક, બે જ દિવસમાં ચોરાયાં 94 કરોડ રૂપિયા

  પુનાની કોસમોસ સહકારી બેંક (કો-ઓપરેટીવ બેંક) શહેરની જૂની શહેરી સહકારી બેંકોમાંની (અર્બન કો-ઓપરેટીવ બેન્ક) એક બેંક છે. આપને જણાવી દઈએ કે આ બેંક સાયબર અટેકનો શિકાર થઇ ગઈ છે અને અને 11 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ વચ્ચે કંપનીના ૯૪ કરોડ રૂપિયા ચાઉં થઇ ગયા છે. બેંકના અધિકારી સુહાસ ગોખલેને સોમવારે રાત્રે આ મામલો ધ્યાનમાં […]

Top Stories India

 

પુનાની કોસમોસ સહકારી બેંક (કો-ઓપરેટીવ બેંક) શહેરની જૂની શહેરી સહકારી બેંકોમાંની (અર્બન કો-ઓપરેટીવ બેન્ક) એક બેંક છે. આપને જણાવી દઈએ કે આ બેંક સાયબર અટેકનો શિકાર થઇ ગઈ છે અને અને 11 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ વચ્ચે કંપનીના ૯૪ કરોડ રૂપિયા ચાઉં થઇ ગયા છે.

બેંકના અધિકારી સુહાસ ગોખલેને સોમવારે રાત્રે આ મામલો ધ્યાનમાં આવતા ચતુશ્રુંગી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ઓળખ વગરનાં હેકર્સ દ્વારા બેંકના વિઝા અને રૂપે (VISA, Rupay Card) કાર્ડ ધરાવનારાં લોકોની માહિતી ચોરી લેવામાં આવી હતી અને એટીએમ મશીનનાં સર્વર પર માલવેર અટેક કરીને 11 ઓગસ્ટનાં રોજ 14,849 ટ્રાન્ઝેક્સન મારફતે 80 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, “વિઝા કાર્ડથી 12,000 ટ્રાન્ઝેક્સન થયા હતા. જેમાંથી 78 કરોડ રૂપિયા દેશની બહાર ટ્રાન્સફર થયાં હતા. જયારે 2 કરોડ રૂપિયા રૂપે કાર્ડ દ્વારા 2,849 ટ્રાન્જેકશન મારફતે દેશમાં જ ટ્રાન્સફર કરાયા હતા.”

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,

“13 ઓગસ્ટનાં રોજ હેકર્સે 13.94 કરોડ રૂપિયા હોન્કોંગની એક બેંકનાં ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. કોસમોસ બેન્કને માત્ર બે જ દિવસમાં 94 કરોડનું નુકશાન થયું છે. અમે ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કર્યો છે અને અમે તપાસ પણ શરુ કરી દીધી છે.”

 

બેંકનાં અધિકારોનાં કહેવા મુજબ, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે હેકીંગની પ્રક્રિયા કેનેડાથી શરૂ થઇ હતી. કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર ક્રિષ્નકુમાર ગોયેલએ કહ્યું હતું કે,

અમે ફરિયાદ ફાઈલ કરી છે અને અમે નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને આરબીઆઈની પણ મદદ લઇ રહ્યા છીએ, જોઈએ હવે શું થઇ શકે છે.”

વધુમાં તેઓએ ઉમેર્યું કે, કોઇપણ ખાતેદારને આની અસર થઇ નથી કારણ કે જે નાણાનું નુકશાન થયું છે, એ નાણાં પુલ એકાઉન્ટમાંથી ઉપાડવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે, હેકર્સે એક NPCI(નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) સિસ્ટમની સમાંતર સિસ્ટમ ડિઝાઇન કરી હતી અને જાતે જ ટ્રાન્ઝેક્સનને મંજુર કરી દીધા હતા. તત્કાળલિકપણે પ્રાથમિક પગલાં ભરતાં બેન્કે સર્વર બંધ કરી દીધું છે અને ઇન્ટરનેટ બેકીંગ ટ્રાન્ઝેક્સન પણ બ્લોક કરી દીધા છે.